DGCA New SOP: લોકો મસમોટું ભાડું ખર્ચીને વિમાનની મુસાફરી કરતા હોય છે. ત્યારે ઘણીવાર આવા લાખો મુસાફરોને કોઈકને કોઈક રીતે હેરાનગતિ પણ સહન કરવી પડતી હોય છે. ક્યારેક ફ્લાઈટ મોડી હોય છે તો ક્યારેક અમુક કારણોસર ખાસ કરીને વેધર અને ટેકનીકલ કારણો સર ફ્લાઈટ રદ પણ કરવામાં આવે છે. આવા સંજોગોમાં મોંઘી ટિકિટિના પૈસા ખર્ચીને વિમાનની સીટ બુકિંગ કરાવનાર મુસાફરને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. આવા અનેક પ્રશ્નોને ધ્યાને રાખીને હવે ભારત સરકારના નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA)એ આજે ફ્લાઈટના મુસાફરોને રાહત આપી એરલાઈન્સો (Airlines)ને નવા નિયમ જાહેર કર્યા છે. ડીજીસીએના નિદેશક અમિત ગુપ્તાએ શ્રેષ્ઠ કોમ્યુનિકેશન અને મુસાફરોને વધુ સુવિધા આપવા માનક ઓપરેટિંગ પ્રક્રિયા (SOP) જાહેર કરી છે. એટલું જ નહીં નવી SOPનો તાત્કાલીક અસરથી પાલન કરવા તમામ એરલાઈન્સોને DGCAનો નિર્દેશ છે. ફ્લાઈટના મુસાફરોના હિતમાં DGCA દ્વારા આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત હવે ફ્લાઈટ વિલંબનું કારણ મુસાફરો સરળતાથી જાણી શકશે.


ફ્લાઇટ રદ થાય તેવા સંજોગોમાં શું કરવાનું?
ધુમ્મસવાળું હવામાન અથવા પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓને ધ્યાને રાખી એરલાઈન્સ વિલંબ થવાની સંભાવના ધરાવતી ફ્લાઈટને સમય પહેલા કેન્સલ કરી શકે છે. ઉપરાંત આવી સ્થિતિમાં 3 કલાકથી વધુ વિલંબ થાય તો પણ એરલાઈન્સ ફ્લાઈટ કેન્સલ કરી શકે છે, પરંતુ તે માટે યોગ્ય સમય પહેલા કાર્યવાહી કરવાની રહેશે. આમ કરવાથી એરપોર્ટ પર મુસાફર ટ્રાફિક કન્ટ્રોલ કરી શકાશે ઉપરાંત તેમની અસુવિધા પણ ઘટાડી શકાશે. 


જાણો એરલાઈન્સના નવા નિયમોઃ
એરલાઈન્સે ફ્લાઈટમાં વિલંબ થવાની સ્થિતિની સટીક Real Time માહિતી શેર કરવાની રહેશે અને તેને ચેનલ્સ/માધ્યમ દ્વારા મુસાફરોને શેર કરવામાં આવશે.
નવા નિર્દેશ મુજબ એરલાઈન્સે મુસાફરોને આ રીતે માહિતી આપવામાં આવશે.
(A) એરલાઈન્સ સંબંધિત વેબસાઈટની માહિતી
(B) પ્રભાવિત મુસાફરોને SMS/Whats App અને E-Mail દ્વારા અગાઉથી સૂચના
(C) એરપોર્ટ પર રાહ જોઈ રહેલા મુસાફરોને ફ્લાઈટમાં વિલંબ થવાના કારણોની અપડેટ માહિતી
(D) એરપોર્ટ પરના એરલાઈન્સના કર્મચારીઓને યોગ્ય રીતે કોમ્યુનિકેટ કરવા અને ફ્લાઈટમાં વિલંબ થવાના યોગ્ય કારણોની મુસાફરોને માહિતી આપવાની રહેશે.


નિર્દેશમાં જણાવ્યું છે કે, તમામ એરલાઈન્સે ઉપરોક્ત એસઓપી તાત્કાલીક અસરથી ફરજીયાત પાલન કરવાનું રહેશે. ઉલ્લેખનીય છેકે, હાલમાં જ બનેલી ઈન્ડિગો ફ્લાઈટની ઘટના વિવાદ બાદ ડીજીસીએએ એસઓપી જાહેર કરવાની વાત કહી હતી, જે મુજબ સૂચના અપાઈ છે કે, એરલાઈન્સ ફ્લાઈટમાં વિલંબ અને મુસાફરોને થતી અસુવિધા મામલે સુરક્ષા નક્કી કરવાની જવાબદારી સમજે. ઉપરાંત ફ્લાઈટમાં વિલંબ થવાનું કારણ પણ જાણવું જરુરી છે. આ માટે ડીજીસીએએ સીએઆર જાહેર કર્યો છે. નવા નિર્દેશ મુજબ ફ્લાઈટમાં વિલંબ મામલે મુસાફરોને Whatsapp પર માહિતી પુરી પડાશે.