નવી દિલ્હી: પનામા પેપર્સ (Panama Papers Leak Case) મામલે બચ્ચન પરિવારની મુશ્કેલી વધી ગઈ છે. પનામા પેપર લીક મામલે ED એ એશ્વર્યા રાયને સમન પાઠવ્યું છે. ED ના સવાલના જવાબ આપવા માટે બોલીવુડ અભિનેત્રી ઐશ્વર્યા રાય દિલ્હી સ્થિત જામનગર હાઉસ પહોંચી છે. જ્યાં તેની પૂછપરછ ચાલુ છે. અત્રે જણાવવાનું કે ED એ તેને સમન પાઠવીને પૂછપરછ માટે દિલ્હી તલબ કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈમેઈલથી આપ્યો જવાબ
પનામા પેપર લીક મામલે ED એ આ અગાઉ ઐશ્વર્યા રાય બચ્ચનને 9 /11 2021 ના રોજ પણ કલમ 37 ફેમા હેઠળ સમન પાઠવ્યું હતું. આ સમન મુંબઈ સ્થિત પ્રતિક્ષા બચ્ચન પરિવારના નિવાસ સ્થાન પર મોકલવામાં આવ્યું હતું. જેમાં તેને 15 દિવસની અંદર જવાબ આપવાનું કહેવાયું હતું. સૂત્રોના જણાવ્યાં મુજબ તેનો જવાબ ઐશ્વર્યા રાય બચ્ચને ઈમેઈલ દ્વારા ઈડીને આપ્યો હતો. 

પનામા પેપર લીક મામલે બચ્ચન પરિવારનું પણ નામ સામે આવ્યું હતું. ED એ આ મામલે મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો હતો. ED ની HIU આ મામલે તપાસ કરી રહી છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube