મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. એક પતિ દ્વારા તેની પત્ની સાથે હનીમૂનના નામ પર છળ આચરવાનો આરોપ લાગ્યો છે. વાત જાણે એમ છે કે પતિએ તેની પત્નીને હનીમૂન માટે ગોવા લઈ જવાનું વચન આપ્યું હતું. પરંતુ તે પત્નીને ગોવા અને દક્ષિણ ભારતની જગ્યાએ અયોધ્યા અને વારાણસી લઈને ગયો. જેનાથી પત્ની નારાજ થઈ ગઈ અને તેણે પતિને છૂટાછેડા આપવા માટે ફેમિલી કોર્ટમાં અરજી કરી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફ્રી પ્રેસ જર્નલના રિપોર્ટ મુજબ મહિલાએ છૂટાછેડા માટેની અરજીમાં જણાવ્યું છે કે તે અને તેનો પતિ બંને નોકરીયાત છે અને સારો પગાર છે. તેઓ વિદેશમાં હનીમૂન કરવા પણ જઈ શકે તેમ હતા. આમ છતાં તેના પતિએ ના પાડી અને માતા પિતાની દેખભાળનું કારણ આગળ ધરીને કહ્યું કે વિદેશની જગ્યાએ ભારતમાં જ કોઈ જગ્યાએ હનીમૂન મનાવીએ. 


કપલના પાંચ મહિના પહેલા લગ્ન થયા હતા અને બંને પછી ગોવા અને દક્ષિણ ભારત ફરવા જવા માટે સહમત થયા હતા. તેમની ટ્રિપ નક્કી થયા પછી જો કે પતિએ તેની પત્નીને જણાવ્યું કે તેઓ ગોવા અને દ.ભારત નહીં પરંતુ અયોધ્યા અને વારાણસી જશે. ટ્રિપ ફેરવવા પાછળ કારણ આપતા પતિએ કહ્યું હતું કે તેની માતાની એવી ઈચ્છા હતી કે 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ થાય તે પહેલા તેઓ આ પવિત્ર સ્થળની ચોક્કસ મુલાકાત લઈ લે. 


જો કે આ બધુ થવા છતાં મહિલા એ વખતે તો કશું બોલી નહીં અને પતિ તથા સાસરીવાળા સાથે જતી રહી પરંતુ પાછા ફરીને તેણે ડિવોર્સ માટે અરજી કરી દીધી. પત્નીનો એવો પણ આરોપ છે કે તેનો પતિ તેના પરિવારને તેના કરતા વધુ મહત્વ આપે છે. 


ફેમિલી કોર્ટમાં સુનાવણી દરમિયાન પતિએ કાઉન્સિલર્સને કહ્યું કે તેની પત્ની વાતનું વતેસર કરી રહી છે. આ મામલે વકીલ શૈલ અવસ્થીના જણાવ્યા મુજબ કપલનું કાઉન્સિલિંગ થઈ રહ્યું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube