Ritual of Serving milk on Wedding Night: સુહાગરાતે પતિને ખાસ અપાય છે દૂધમાંથી બનતું આ દમદાર પીણું, કારણ છે જાણવા જેવું
શું તમે ક્યારેય વિચાર્યું છે કે નવા પરણેલા પતિ પત્નીને પહેલી રાતે એટલે કે સુહાગરાતના દિવસે દૂધમાંથી બનેલું આ ખાસ પ્રકારનું પીણું કેમ પીવડાવવામાં આવે છે? લગ્ન બાદ મોટાભાગના કપલ આ રસ્મ નિભાવે છે. જેની પાછળ ભાત ભાતના લોજિક ગણાવવામાં આવે છે.
શું તમે ક્યારેય વિચાર્યું છે કે નવા પરણેલા પતિ પત્નીને પહેલી રાતે એટલે કે સુહાગરાતના દિવસે દૂધ કેમ પીવડાવવામાં આવે છે? લગ્ન બાદ મોટાભાગના કપલ આ રસ્મ નિભાવે છે. જેની પાછળ ભાત ભાતના લોજિક ગણાવવામાં આવે છે. કેટલાક લોકો કહે છે કે તેનાથી સેક્સ પાવર વધે છે, તો કેટલાક લોકો માને છે કે ઊંઘ સારી આવવા માટે રાતે દૂધ આપવામાં આવે છે. તો ચાલો જાણીએ આખરે તેની પાછળ શું અસલ કારણ છે. તમે વરરાજાને એક ગ્લાસ કેસરવાળું દૂધ પીવડાવવાની રસ્મ અનેક ફિલ્મો, ટીવી સિરિયલમાં જોઈ હશે. કે પછી બની શકે કે અસલ જીવનમાં પણ તમને આ અનુભવ થયો હોય. પરંતુ રસ્મ નીભાવવા પાછળ કારણ શું છે?
સ્પેશિયલ હોય છે દૂધ
સૌથી પહેલા તો જાણી લો કે આ દૂધ કેવી રીતે બનાવવામાં આવે છે. આ કોઈ સામાન્ય દૂધ નથી હોતું. પરંતુ તેમાં કેસર, ખાંડ, હળદર, કાળા મરીનો પાઉડર, બદામ, વરિયાળી, અને અન્ય ચીજો નાખીને ખુબ ઉકાળવામાં આવે છે અને પછી હુંફાળું કરીને તેને વરરાજાને પીવડાવવામાં આવે છે.
જો તમારું આધાર કાર્ડ 10 વર્ષ જૂનું હોય તો ફટાફટ કરો આ કામ, નહીં તો...
ખેડૂતોની આવક બમણી કરવા ખાસ યોજના, જાણો કેવી રીતે મેળવી શકો છો લાભ?
ભારતીયો પર તોળાઈ રહ્યું છે મોટું જોખમ, 'સફેદ ઝેર' વિશે ખાસ જાણો નહીં તો પસ્તાશો
દૂધ પીવડાવવાની પાછળનું કારણ
મીડિયા રિપોર્ટ મુજબ જ્યારે દૂધ ઉકાળવામાં આવે છે ત્યારે તેમાંથી અનેક એવા તત્વ નિકળે છે જે રોમાન્સ વધારે છે. કહેવાય છે કે દૂધ પીવાથી નર્વસનેસ દૂર થાય છે અને જોશ તથા ઉત્સાહ વધે છે.
દૂધમાં કેસર નાખવાનું કારણ
એવું પણ કહેવાય છે કે દૂધમાં નાખવામાં આવેલા કેસર અને બદામની સુગંધથી હોર્મોન એક્ટિવ થાય છે અને વરરાજાનો મૂડ સારો થાય છે. આ ઉપરાંત દૂધમાં કાળા મરીનો પાઉડર, વરિયાળી અને હળદર ભેળવેલા હોય છે. જેના કારણે તે એક એન્ટી બેક્ટેરિયલ અને ઈમ્યુનિટી વધારનારું મિક્સચર બની જાય છે.
(ડિસ્ક્લેમર: આ લેખ માત્ર સામાન્ય જાણકારી માટે છે. આ કોઈ પણ પ્રકારે કોઈ પણ દવા કે સારવાર હોઈ શકે નહીં. વધુ માહિતી માટે હંમેશા ડોક્ટરનો સંપર્ક કરવો.)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube