લો બોલો! 2 વર્ષ સુધી પતિએ સુહાગરાત ઠેબે ચડાવી...તો પત્ની પોલીસ પાસે પહોંચી ગઈ, 7 કલમો હેઠળ કેસ દાખલ
Crime News: પોલીસ મથકમાં નોંધાયેલી એફઆઈઆરમાં પીડિતાએ જણાવ્યું કે મારા લગ્ન 31મી મે 2021ના રોજ થયા હતા. લગ્ન બાદ હું સાસરે જતી રહી. મારા પતિએ લગ્નના બે વર્ષ સુધી મારી સાથે શારીરિક સંબંધ ન બનાવ્યા. ત્યારે મે મારા સાસરીવાળાને જણાવ્યું. પરંતુ તેમણે પણ પતિને સમજાવ્યો નહીં.
બિહારના મુઝફ્ફરપુરથી એક એવો ચોંકાવનારો મામલો આવ્યો છે જાણીને અચંબિત થઈ જશો. એક મહિલાએ શારીરિક સંબંધ ન બનાવવાના મુદ્દે તેના પતિ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી છે. મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ સહિત 6નો નામજોગ ઉલ્લેખ છે. હવે પોલીસ આ મામલે તપાસમાં લાગી છે. પીડિતા વૈશાલી જિલ્લાના લાલગંજ પોલીસ મથક હદના એક ગામની રહીશ છે. જ્યારે આરોપી અહિયાપુર પોલીસ મથક વિસ્તારના રહીશ છે.
પોલીસ મથકમાં નોંધાયેલી એફઆઈઆરમાં પીડિતાએ જણાવ્યું કે મારા લગ્ન 31મી મે 2021ના રોજ થયા હતા. લગ્ન બાદ હું સાસરે જતી રહી. મારા પતિએ લગ્નના બે વર્ષ સુધી મારી સાથે શારીરિક સંબંધ ન બનાવ્યા. ત્યારે મે મારા સાસરીવાળાને જણાવ્યું. પરંતુ તેમણે પણ પતિને સમજાવ્યો નહીં. ત્યારબાદ પીડિતાએ પતિને કહ્યું કે તમે સંબંધ કેમ બનાવતા નથી? પરંતુ પતિ તેની પત્ની સાથે હંમેશા ગાળાગાળી અને મારપીટ કર્યા કરતો હતો. એટલું જ નહીં પિયર જવાની વાત સાંભળીને કહેતો કે, ઘરમાંથી પગ બહાર કાઢીશ તો તને અને તારા આખા પરિવારને મારી નાખીશ. યેનકેન પ્રકારે દાદાજીની તબિયત ખરાબ હોવાનું બહાનું કાઢીને યુવતી પિયર ભેગી થઈ ગઈ. તેના કહેવા મુજબ હજુ પણ પતિ સહિત સાસરીયાઓ સતત ધમકી આપી રહ્યા છે.
પ્રોપર્ટી ખરીદતા પહેલા આ 2 શબ્દો વિશે સારી પેઠે જાણી લો, નહીં તો પસ્તાવાનો વારો આવશે
બીજી બાજુ મહિલા પોલીસ સ્ટેશનના અધિકારી અદિતી કુમારીએ કહ્યું કે આ મામલે એફઆઈઆર દાખલ કરીને આગળ કાર્યવાહી થઈ રહી છે. નિવેદનમાં પીડિત મહિલાએ જણાવ્યું કે લગ્ન બાદ પતિએ ક્યારેય પતિ પત્ની જેવો સંબંધ રાખ્યો નથી. ખુબ સમજાવવા છતાં કઈ થયું નહીં. છેલ્લે એફઆઈઆર દાખલ કરાવવી પડી. પતિની સાથે સાથે જે અન્ય લોકોનો પણ એફઆઈરઆરમાં ઉલ્લેખ છે તેઓ સમજાવવાની જગ્યાએ પીડિતા પર જ ખોટું દબાણ કરતા હતા. પોલીસે મહિલાની ફરિયાદના આધારે આઈપીસીની કલમ 341, 323, 498A, 379, 504, 506, 34 અંતર્ગત એફઆઈઆર નોંધીને તપાસ શરૂ કરી દીધી છે.
પત્નીનો જીવ બચાવવા આપી હતી કિડની, પણ ડિવોર્સ થતા પતિએ કહ્યું-પાછી આપ મારી કિડની
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube