નવી દિલ્હી : કોંગ્રેસ નેતા અજય માકને દિલ્હી કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ પદપરથી રાજીનામું આપી દીધું છે. તેમણે શુક્રવારે સવારે ટ્વીટ કરીને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ધન્યવાદ કર્યો. અજય માકને લખ્યું કે, 2015 વિધાનસભા ચૂંટણી બાદથી જ તેમણે દિલ્હીનાં તમામ નેતાઓનો સહયોગ મળ્યો, કડક પરિસ્થિતીઓમાં તે સરળ નહોતું. તમારો તમામ લોકોનો આભાર.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળતી માહિતી અનુસાર અજય માકને ગુરૂવારે દિલ્હીનાં પ્રભારી પીસી ચાકોની સાથે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત યોજી હતી. અજય માકને રાજીનામાં મુદ્દે પોતાનાં સ્વાસ્થયને મુખ્ય કારણ ગણાવ્યું છે. 

અજય માકને ટ્વીટ કર્યું, 2015 વિધાનસભા ઉપરાંત દિલ્હીનાં અધ્યક્ષ ગત્ત 4 વર્ષોથી દિલ્હી કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા, કોંગ્રેસ કવર કરનારાર મીડિયા દ્વારા તેઓ અમારા નેતા રાહુલ ગાંધી દ્વારા મને અપાર સ્નેહ તતા સહયોગ મળ્યો છે. આ આકરી પરિસ્થિતીઓમાં તે સરળ નહોતું. તેના માટે હૃદયથી આભાર. ઉલ્લેખનીય છે કે, અજય માકનનું સ્વાસ્થય ઘણા લાંબા સમયતી ખરાબ છે. 

થોડા દિવસો અગાઉ જ તેમણે રાજીનામું આપ્યાનાં સમાચાર આવ્યા હતા, જો કે તે સમાચારોનું તેમણે ખંડન કર્યું હતું અને કહ્યું હતું કે તેઓ સારવાર કરાવી રહ્યા છે. હવે ફરી એકવાર તેમણે આ અંગે ટ્વીટ કર્યું. અત્રે ઉલ્લેખનીય છે કે, દિલ્હીની રાજનીતિમાં હાલનાં દિવસોમાં હલચલ મચેલી છે. લોકસભા ચૂંટણી પહેલા આ પ્રકારની અટકળો લગાવાઇ રહી હતી કે દિલ્હીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી હાથ મિલાવી શકે છે. જો ગે ગુરૂવારે આમ આદમી પાર્ટીએ તે વાતની સ્પષ્ટતા કરી હતી કે તે મહાગઠબંધનમાં સમાવેશ નહી થાય અને એકલું જ લોકસભા ચૂંટણી લડશે.