અગ્નિપથ માત્ર એક યોજના નથી... NSA અજીત ડોભાલે સમજાવી અગ્નિવીરની તમામ વાત
અજીત ડોભાલે અગ્નિપથ યોજના સહિત રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દા પર વાત કરી છે. તેમણે કહ્યું કે, માહોલમાં ફેરફાર થઈ રહ્યો છે અને આપણે સ્તિતિને જોતા માળખામાં ફેરફાર કરવો પડશે.
નવી દિલ્હીઃ અગ્નિપથ યોજનાની જાહેરાત બાદ દેશભરમાં શરૂ થયેલી બબાલ બાદ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સામે આવ્યા છે. તેમણે અગ્નિપથ યોજનાને સમયની જરૂરીયાત ગણાવી છે. ડોબાલે અગ્નિપથ યોજના સહિત રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દા પર પણ વાત કરી છે. તેમણે કહ્યું કે માહોલ બદલાય રહ્યો છે અને હવે પ્રાથમિકતા દેશને સુરક્ષિત કરવાની છે. તેમણે કહ્યું કે આ યોજનાને પરત લેવાનો કોઈ સવાલ નથી.
હકીકતમાં ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાતચીતમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે કહ્યુ કે ભારતની ચારે તરફનો માહોલ ઝડપથી બદલાય રહ્યો છે. સ્થિતિને જોતા સંરચનામાં ફેરફાર કરવો પડશે. રક્ષા ક્ષેત્રના દરેક સ્તર પર સુધાર થઈ રહ્યો છે. સેનાની આધુનિકતા માટે સરકાર નવા હથિયાર ખરીદી રહી છે. આપણે પોતાની સેનાને વિશ્વ સ્તરીય સેના બનાવવાની છે.
અગ્નિપથ યોજના પર રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે કહ્યુ કે, જો આપણે ગઈકાલે જે કરી રહ્યાં હતા તો ભવિષ્યમાં પણ તે કરીએ તો આપણે સુરક્ષિત રહીએ તે જરૂરી નહીં. જો આપણે કાલની તૈયારી કરવી છે તો પરિવર્તન કરવું પડશે. જરૂરી એટલા માટે છે કારણ કે ભારતમાં અને ભારતની ચારે તરફ માહોલ બદલાય રહ્યો છે. તેમણે કહ્યું કે આવતીકાલની તૈયારી માટે પરિવર્તન જરૂરી છે. અગ્નિપથ યોજનાની માંગ 22-25 વર્ષથી અટવાયેલી હતી.
આ પણ વાંચોઃ 'મહારાષ્ટ્રમાં રાજકીય ઊથલપાથલ વચ્ચે NCP અધ્યક્ષ શરદ પવારે કહ્યું ત્રીજીવાર સરકાર પાડી દેવાનો પ્રયત્ન'
ડોભાલે તે પણ કહ્યુ કે રાજકીય ઈચ્છાશક્તિને કારણે આ નિર્ણય રોકાયેલો હતો. ભવિષ્યની જરૂરીયાતને જોતા નિર્ણય લેવો પડે છે. સ્થિતિને જોતા સંરચનામાં ફેરફાર કરવો પડશે. રક્ષા ક્ષેત્રના દરેક સ્તર પર સુધારા થઈ રહ્યાં છે. સેનાની આધુનિકતા માટે સરકાર નવા હથિયાર ખરીદી રહી છે. આપણે આપણી સેનાને વિશ્વ સ્તરીય સેના બનાવવાની છે.
આ સાથે તેમણે કહ્યું કે આ યોજનાને પરત લેવાનો કોઈ સવાલ નથી. તેમણે કહ્યું કે અગ્નિવીર ક્યારેય પણ પૂરી સેનાનું ગઠન કરશે નહીં. જે અગ્નિવીર નિયમિત થઈ જશે તેને આકરી તાલિમ મળશે. સમયની સાથે તેને અનુભવ પ્રાપ્ત થશે. તેમણે આગળ કહ્યું કે કોઈપણ રેજિમેન્ટની અવધારણાની સાથે છેડછાડ કરી રહ્યું નથી. રેજિમેન્ટ સિસ્ટમ ખતમ થઈ નથી.
તેમણે કહ્યું કે ભારત સૌથી વધુ યુવા વસ્તીવાળો દેશ છે. આ દુનિયામાં સૌથી વધુ છે. સેનામાં 25 ટકા યુવાઓને એક અલર સ્તરની તાલિમ આપવામાં આવશે. બારતીય સેનાની એવરેજ ઉંમર સૌથી વધુ છે. દેશમાં અત્યાર સુધી 2થી 3 જાતિ આધારિત રેજિમેન્ટ હતી. અગ્નિવીરોને નવા પડકારોનો સામનો કરવા તૈયાર કરવામાં આવશે. દુનિયાની સૌથી સારી અસોલ્ટ રાઇફલ ભારતીય સેનાની પાસે છે. અહીં જુઓ ઈન્ટરવ્યૂનો સંપૂર્ણ વીડિઓ....
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube