Maharashtra: શરદ પવારને NCP ના અધ્યક્ષ પદેથી હટાવ્યા, ભત્રીજા અજિત પવારે છીનવી લીધી કમાન
મહારાષ્ટ્રમાં રવિવારથી શરૂ થયેલી રાજકીય ઉથલપાથલમાં આજે નવો વળાંક આવ્યો છે. એનસીપી અધ્યક્ષ શરદ પવારને તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. ભત્રીજાએ કાકાને મોટો ઝટકો આપતા પોતે અધ્યક્ષની ખુરશી કબજે કરી લીધી છે.
મુંબઈઃ મહારાષ્ટ્રની રાજનીતિમાં ઉથલ-પાથલ વચ્ચે અજિત પવાર જૂથે મોટો દાવો કર્યો છે. અજિત પવાર જૂથ પ્રમાણે શરદ પવારને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) ના અધ્યક્ષ પદેથી હટાવી દેવામાં આવ્યા છે. અજિત પવારે ખુદ એનસીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ પદે કબજો કરી લીધો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે 30 જૂને રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. દિવસભર નંબર ગેમ અને શક્તિ પ્રદર્શન બાદ અજિત પવારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીનો તખ્તાપલટ કરી દીધો છે. આ ફેરફારથી શરદ પવારને મોટો ઝટકો લાગ્યો છે. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે અજિત પવારના આ પગલા બાદ શરદ સમર્થક ધારાસભ્ય અને સાંસદ પણ પક્ષ બદલી શકે છે.
સૂત્રો અનુસાર 30 જૂને મુંબઈમાં એનસીપીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક થઈ હતી. આ બેઠક પ્રફુલ પટેલ તરફથી બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં શરદ પવારની જગ્યાએ અજિત પવારને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવાનો પ્રસ્તાવ પસાર થયો હતો. પ્રસ્તાવમાં તે પણ કહેવામાં આવ્યું કે પાર્ટી લોકોના કલ્યાણના ઉદ્દેશ્યથી દૂર જઈ રહી છે. ત્યારબાદ ચૂંટણી પંચની પાસે અરજી મોકલવામાં આવી હતી.
પવાર બોલ્યા- વાતચીત દ્વારા હલ કાઢો
તો શરદ પવારે કાર્યકર્તાઓ સાથે સંવાદમાં કહ્યું કે કોઈ એક વસ્તુથી સહમત નથી તો વાતચીત કરીને ઉકેલ લાવવો જોઈએ. કાર્યકર્તાઓને કારણે એનસીપી અહીં સુધી પહોંચી છે. આજની બેઠક ઐતિહાસિક છે. આજે દેશ આપણે જોઈ રહ્યો છે. આપણી પાર્ટીએ નવા નેતા આપ્યા. જો સહમત નથી તો વાતચીતથી હલ કાઢો. ભૂલને સુધારવી આપણું કામ છે. હું લોકોની વચ્ચે છું, સત્તામાં નહીં. જો લોકતાંત્રિક રીતે પ્રક્રિયા ચલાવવી છે તો સંવાદ જરૂરી છે.
શરદ પવારને દેવતા ગણાવ્યા અને કટાક્ષ પણ કર્યો
એક તરફ અજીત પવારે પોતાના કાકા શરદ પવારને દેવતા ગણાવ્યા તો બીજી તરક્ષ કટાક્ષ પણ કર્યો છે. તેમણે ભાજવનો ઉલ્લેખ કરતા કહ્યુ કે ત્યાં 75 વર્ષમાં નેતા નિવૃત્ત થઈ જાય છે. અનિલે પોતાના કાકાની ઉંમર અને રાજકીય સક્રિયતા પર કટાક્ષ કર્યો છે.
અજીત પવારે કહ્યુ- તમે મને બધાની સામે ખલનાયકના રૂપમાં દેખાડ્યો. મારા મનમાં હજુ તેમના (શરદ પવાર) માટે સન્માન છે. તમે મને જણાવો, IAS અધિકારી 60 વર્ષની ઉંમરમાં નિવૃત્ત થઈ જાય છે... રાજનીતિમાં પણ ભાજપા નેતા 75 વર્ષની ઉંમરે નિવૃત્ત થઈ જાય છે. તમે લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીનું ઉદાહરણ જોઈ શકો છો. તેણે નવી પેઢીને આગળ આવવાની તક આપી છે. તમે (શરદ પવાર) અમને તમારા આશીર્વાદ આપો. પરંતુ તમે 83 વર્ષના છો, શું તમે અટકવાના નથી? અમને તમારા આશીર્વાદ આપો અને અમે પ્રાર્થના કરીએ છીએ કે તમારી ઉંમર લાંબી થાય.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube