NCP Chief Property Case: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારને મોટી રાહત મળી છે. એનસીપી નેતા અજીત પવારની જપ્ત થયેલી સંપત્તિઓને આવકવેરા વિભાગે મુક્ત કરી દીધી છે. દિલ્હીની બેનામી ટ્રિબ્યુનલ કોર્ટે શુક્રવાર (6 ડિસેમ્બર, 2024) ના ચુકાદો આપતા અજીત પવારની સીઝ કરવામાં આવેલી સંપત્તિઓને રિલીઝ કરી દીધી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

07.10.2021 ના ​​રોજ, આવકવેરા વિભાગે વિવિધ કંપનીઓ પર દરોડા પાડ્યા હતા, જેમાં કેટલાક દસ્તાવેજો મળી આવ્યા હતા જેમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે કેટલીક મિલકતો અજિત પવાર અને તેમના પરિવારની બેનામી સંપત્તિ હતી. દિલ્હી સ્થિત બેનામી એપેલેટ ટ્રિબ્યુનલે આ આરોપોને ફગાવી દીધા હતા અને આ અસ્વીકાર સામેની આવકવેરા અપીલ પણ બેનામી ટ્રિબ્યુનલ દ્વારા 05.11.2024ના રોજ ફગાવી દેવામાં આવી હતી. ઇન્કમટેક્સે અજિત પવાર, પુત્ર પાર્થ પવાર અને પત્ની સુનેત્રા પવારની સંપત્તિ જપ્ત કરી હતી, કોર્ટે મિલકત છોડવાનો આદેશ આપ્યો હતો.


કાલે બન્યા નાયબ મુખ્યમંત્રી અને આજે મળી રાહત
અજિત પવારે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધાના એક દિવસ બાદ ટ્રિબ્યુનલનો આ નિર્ણય આવ્યો છે. મહાયુતિ ગઠબંધને વિધાનસભા ચૂંટણીમાં ભારે જીત મેળવી હતી અને સરકાર ગઠનમાં ગતિરોધ જોવા મળ્યો હતો. ત્યારબાદ ગુરૂવારે મહારાષ્ટ્રમાં નવી સરકારે શપથ લીધા હતા. 5 નવેમ્બર, 2024 ના રોજ, ટ્રિબ્યુનલે આવકવેરા વિભાગ દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલને ફગાવીને તેના સ્ટેન્ડની પુષ્ટિ કરી, જેથી તેના અગાઉના નિર્ણયને સમર્થન આપ્યું. આ નિર્ણય સાથે, આવકવેરા સત્તાવાળાઓ દ્વારા અગાઉ જપ્ત કરવામાં આવેલી મિલકતોને મુક્ત કરવામાં આવી છે.


અજીત પવારના નામે રજીસ્ટર્ડ નહોતી કોઈ પ્રોપર્ટી
ઓક્ટોબર, 2021માં અધિકારીઓએ બેનામી પ્રોપર્ટી પ્રિવેન્શન એક્ટ (PBPP)હેઠળ 1,000 કરોડ રૂપિયાથી વધુના મૂલ્યની સંપત્તિઓ જપ્ત કી હતી. આ કાર્યવાહીમાં મહારાષ્ટ્ર અને મુંબઈમાં અજિત પવાર સાથે જોડાયેલા લોકોના આવાસો અને કાર્યાલયોમાં સર્ચ કરવામાં આવ્યું હતું, જેમાં તેના સંબંધીઓ, બહેન અને નજીકના સહયોગી સામેલ હતા. પરંતુ સૂત્રોએ જણાવ્યું કે તેમાંથી કોઈપણ સંપત્તિ સીધી રીતે એનસીપી નેતાના નામે રજીસ્ટર્ડ નથી.