મુંબઈ: મહારાષ્ટ્રમાં આજે મંત્રીમંડળનો વિસ્તાર થવા જઈ રહ્યો છે. સૌથી પહેલા એનસીપીના અજિત પવારે ડેપ્યુટી સીએમ પદના શપથ લીધા. અજિત પવારે આ અગાઉ ભાજપની સાથે સરકાર બનાવીને ડેપ્યુટી સીએમના શપથ લીધા હતાં. જો કે હવે એનસીપીના કોટામાંથી ઉદ્ધવ ઠાકરે સરકારમાં તેઓ ડેપ્યુટી સીએમ બન્યાં છે. આ ઉપરાંત ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેએ પણ મંત્રી પદના શપથ લીધા. રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ વિધાનમંડળ ભવનમાં આયોજિત કાર્યક્રમમાં સૌથી પહેલા એનસીપીના નેતા અજિત પવારને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યાં. અજિત પવાર બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ સીએમ અશોક ચૌહાણે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દીલિપ વલસે પાટિલ (એનસીપી) 
ત્યારબાદ  એનસીપીના નેતા દીલિપ વલસે પાટિલે કેબિનેટ મંત્રી તરીકે શપથ  લીધા. વલસે  પાટિલ પશ્ચિમ મહારાષ્ટ્રમાંથી ચૂંટાઈને આવે છે. તેઓ સાતમીવાર એમએલએ બન્યાં છે. પહેલા પણ મહારાષ્ટ્ર સરકારમાં અલગ અલગ પોર્ટફોલિયો સંભાળી ચૂક્યા છે. એવું કહેવાય છે કે ગૃહ મંત્રાલયનો પોર્ટફોલિયો દિલીપ વલસે પાટિલ પાસે જશે. પાટિલ શરદ પવારના વિશ્વાસુ ગણાય છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....