મુંબઈ: એનસીપી(NCP) નેતા અને હવે ડેપ્યુટી સીએમ અજિત પવાર (Ajit Pawar) પોતાના સમર્થક વિધાયકોને મુંબઈ બહાર લઈ જવાની તૈયારીમાં છે. સૂત્રોના જણાવ્યાં મુજબ તેઓ પોતાને સમર્થન આપી રહેલા વિધાયકોને ગોવા લઈ જઈ રહ્યાં છે. આ બાજુ કોંગ્રેસ પણ પોતાના વિધાયકોને તૂટતા બચાવવા માટે મુંબઈ બહાર લઈ જવાની તૈયારીમાં છે. મળતી માહિતી મુજબ તે ભોપાલ લઈ જઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Maharashtra: ગડકરીએ પહેલા જ સંકેત આપી દીધા હતાં કે ગમે તે કરો, સરકાર તો BJPની જ બનશે?


સૂત્રોના જણાવ્યાં મુજબ અજિત પવારના સમર્થક વિધાયકોની સાથે ધનંજય મુંડે પણ છે. તેમને એક પ્રાઈવેટ ચાર્ટર્ડ પ્લેન દ્વારા ગોવા લઈ જવામાં આવશે. આ બાજુ એનસીપી નેતા અજિત પવાર અને તેમના સમર્થક વિધાયકોના સમર્થનથી ભાજપની સરકાર બન્યા બાદ કોંગ્રેસ પણ હવે સતર્ક થઈ ગઈ છે. કોંગ્રેસે પોતાના તમામ વિધાયકોને મહારાષ્ટ્ર બહાર મોકલવાનું નક્કી કર્યું છે. સૂત્રોના જણાવ્યાં મુજબ કોંગ્રેસ પોતાના વિધાયકોને સાંજે 5 વાગ્યાની ફ્લાઈટથી ભોપાલ લઈ જશે. 


Maharashtra: માત્ર 9 કલાકમાં પલટી ગઈ બાજી અને બની ગઈ BJPની સરકાર, જાણો ક્યારે શું થયું?


અત્રે જણાવવાનું કે મહારાષ્ટ્રના રાજકારણમાં આજે સવારે જે કઈ જોવા મળ્યું તેની તો કોઈએ કલ્પના પણ નહતી કરી. શુક્રવારની રાતે જ્યાં કોંગ્રેસ-એનસીપી અને શિવસેનાની સરકાર બનતી જોવા મળી રહી હતી ત્યાં સવારે જ્યારે લોકો ઉઠ્યા તો તેમણે દેવેન્દ્ર ફડણવીસને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને એનસીપી નેતા અજિત પવારને ડેપ્યુટી સીએમ પદના શપથ લેતા જોયા.


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube