નવી દિલ્હી: રાજસ્થાનના ઉદયપુરમાં દરજી કન્હૈયાલાલની હત્યાનો મામલો હજુ શાંત નહતો પડ્યો ત્યાં તો વધુ એક વીડિયોએ પ્રશાસનની ઊંઘ ઉડાવી દીધી છે. અજમેર દરગાહના હિસ્ટ્રીશીટર સલમાન ચિશ્તિએ ભારતીય જનતા પાર્ટીના સસ્પેન્ડેડ પ્રવક્તા નુપુર શર્માને મારી નાખવાની ધમકી આપી છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં સલમાન ચિશ્તિ નુપુર શર્માનું માથું વાઢી નાખનારાને પોતાનું મકાન આપવાની વાત કરી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વીડિયો વાયરલ થયા બાદ પ્રશાસન અલર્ટ મોડમાં છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં સલમાન ચિશ્તિ નુપુર શર્માને ગોળી મારવાની કે મારી નાખવાની વાત કરી રહ્યો છે. આ સાથે જ વીડિયોમાં તે એવું પણ કહેતો જોવા મળી રહ્યો છ ેકે જે પણ વ્યક્તિ નુપુર શર્માને મારી નાખશે તેને તે ઈનામ તરીકે પૈસા અને પોતાનું મકાન આપશે. 


વીડિયો વાયરલ થયા બાદ ASP વિકાસ સાંગવાનનું નિવેદન સામે આવ્યું છે. સાંગવાને કહ્યું કે વોટ્સએપના માધ્યમથી તેને પણ આ વીડિયો મળ્યો છે. તેમણે કહ્યું કે વીડિયો અંગે પોલીસ પ્રશાસનનું વલણ એકદમ કડક છે. વીડિયોમાં સલમાન ચિશ્તિ નશાની હાલતમાં જોવા મળી રહ્યો છે. આ અંગે પોલીસે દરગાહના અધિકારીઓ સાથે પણ વાત કરી છે અને જેમ બને તેમ જલદી વીડિયોને વાયરલ થતો રોકવાના નિર્દેશ આપ્યા છે. 


સાંગવાને ન્યૂઝ એજન્સી ANI ને જણાવ્યું કે આરોપી સલમાન ચિશ્તિ દરગાહ પોલીસ મથક વિસ્તારનો રહીશ છે. પોલીસ સલમાનની શોધ કરી રહી છે. તેને જલદી પકડી લેવાશે અને તેના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube