નવી દિલ્હી : વડાપ્રધાન મોદીની આકરી ટીકા બાદ આકાશ વિજયવર્ગીયની વિરુદ્ધ ભાજપ કડક કાર્યવાહી કરવા અંગેવિચારી રહ્યું છે. કેન્દ્રીય નેતૃત્વના રાજ્ય એકમ સાથે ચર્ચા થઇચુકી છે. આકાશ વિજયવર્ગીયનું સસ્પેંશન થઇ શકે છે, ઇંદોર ભાજપ એકમનાં કેટલાક નેતાઓની વિરુદ્ધ પણ કાર્યવાહી શક્ય છે. શહેરી વિસ્તારે આકાશની જેલ મુક્તિ બાદ સ્વાગત કર્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કર્ણાટક: 2 ધારાસભ્યોનાં રાજીનામા બાદ સિદ્ધારમૈયાએ કહ્યું સરકારને કોઇ જોખમ નહી
અગાઉ વડાપ્રધાન મોદીએ એક સરકારી કર્મચારી પર બેટ વડે હુમલો કરવા મુદ્દે પાર્ટી નેતા કૈલાશ વિજય વર્ગીયના પુત્ર આકાશ વિજય વર્ગીયની નિંદા કરી હતી. તેમણે કહ્યું હતું, પુત્ર કોઇનો પણ હોય, આવા લોકોને પાર્ટીમાંથી હાંકી કાઢવા જોઇએ. વડાપ્રધાન મોદીએ આ ટીપ્પણી સંસદમાં ભાજપ સંસદીય દળની બેઠક દરમિયાન કરી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આપણે એવા કોઇ પણ નેતા નથી ઇચ્છતા કે પાર્ટીની છબી ખરાબ થાય. કોઇનું પણ હોય એવા નેતાઓને પાર્ટીમાંથી કાઢી દેવામાં આવે. 


બ્રિજ પરથી ગાયબ થઇ રહી છે ગાડીઓ, VIDEO જોઇને મગજ બેર મારી જશે
સરકારે સ્વિકાર્યું હોટલ-મલ્ટીપ્લેક્સમાં સામાન્ય નાગરિકોને લુંટવામાં આવે છે
મોદી ઇંદોરની એક ભાજપ ધારાસભ્ય આકાશ વિજયવર્ગીયનો ઉલ્લેખ કરી રહ્યા હતા, જેમણે 26 જુને નગર નિગમનાં એક અધિકારી પર મકાન તુટી પડવાનાં મુદ્દે હુમલો કર્યો હતો. મોદીએ જેલથી છુટ્યા બાદ આકાશ વિજય વર્ગીયનું જોરદાર સ્વાગત કરવા મુદ્દે પાર્ટી નેતાઓની ટીકા કરી અને કહ્યું કે, જેમણે તેમનું સ્વાગત કર્યું, એવા નેતાઓને પણ પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવવા જોઇએ. ઉલ્લેખનીય છે કે, બેટથી પીટવાનાં મુદ્દે આકાશ વિજય વર્ગીયની ધરપકડ કરી લેવામાં આવી હતી અને ત્યાર બાદ તેને જામીન આપી દેવામાં આવ્યા.