નવી દિલ્હી : લોકસભામાં શુક્રવારે અવિશ્વાસ પ્રસ્તાવ અંગે ચર્ચા દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગળે મળવાના મુદ્દે મિશ્ર પ્રતિક્રિયાઓ આવી રહી છે. કેટલાક લોકોએ તેને નવી રાજનીતિની શરૂઆત ગણાવી તો ઘણાઓએ તેને નાટકીય ગણાવ્યા. બીજી તરફ ઉત્તરપ્રદેશના પુર્વ મુખ્યમંત્રી અને સપા અધ્યક્ષ અખિલેશ યાદવે રાહુલને સલાહ આપી છે કે કોઇને ગમે તેમ મળતા અટકવું જોઇએ. નહી તો સામેનો વ્યક્તિ આપણને ઓછો આંકવા લાગે છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અખિલેશે કોંગ્રેસ અધ્યક્ષને ઇશારા ઇશારામાં સલાહ આપી અને પ્રખ્યાત શાયર બશીર બદ્રનો શેર ટ્વીટ કર્યો કે, 'कोई हाथ भी न मिलाएगा जो गले मिलोगे तपाक से, ये नए मिज़ाज का शहर है जरा फासले से मिला करो.' અત્રે ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધી અને અખિલેશ યાદવના યુવા નેતૃત્વમાં કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીએ ઉત્તરપ્રદેશ સાથે મળીને વિધાનસભા ચૂંટણી લડી હતી. જો કે તેમનો આ પ્રયોગ સફળ નહોતો રહ્યો અને ભાજપ ઐતિહાસિક જીત પ્રાપ્ત કરીને રાજ્યમાં સત્તારૂઢ થઇ. તેમ છતા બંન્ને દળના નેતાઓની વચ્ચે જાહેર મંચો પર સારા સંબંધ જોવા મળ્યા છે. 

ઉલ્લેખનીય છે કે શુક્રવારે અવિશ્વાસ પ્રસ્તાવ પર ભાષણ આપવાના ક્રમમાં ભાજપ પર નિશાન સાધ્યા બાદ, રાહુલ સત્તાપક્ષ બેચ તરફ વધ્યા અને તેમણે જઇને વડાપ્રધાનને ગફે મળ્યા. આ ઘટનાએ લોકસભામાં તમામ લોકોને સ્તબ્ધ કરી દીધા હતા. 
રાહુલે પોતાનાં 40 મિનિટના જોરદાર ભાષણમાં કહ્યું કે, મારા મનમાં તમારા માટે નફરત કે દ્વેષપૂર્ણ ભાવનાઓ રત્તી ભર પણ નથી. તમે મને નફરત કરો છો, હું કદાચ તમારા માટે પપ્પું છું, તમે મારા માટે અપશબ્દોનો ઉપયોગ કરી શકો છો પરંતુ હું તમને પ્રેમ કરુ છુ અને તમારુ સન્માન કરુ છું, કારણ હું કોંગ્રેસ છું. આ ભાષણ બાદ તેમણે સૌહાર્દનો પરિચય આપવાનો પ્રયાસ કર્યો જ્યારે તેઓ પીએમની સીટ પર જઇને તેને ગળે મળવા માટે પહોંચ્યા હતા.