ઝાંસી: ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી પહેલા તમામ રાજનૈતિક પક્ષો પોતાની તમામ તાકાત સાથે ચૂંટણી મેદાનમાં ઉતરી ચૂક્યા છે અને પોત પોતાની જીતના દાવો કરી રહ્યા છે. યૂપીના પૂર્વ મુખ્યમંત્રી અને સપા સુપ્રીમો અખિલેશ યાદવ સતત સપા સરકાર બનવાનો દાવો કરી રહી છે. પરંતુ આ વખતે તેમણે કોગ્રેસને આડે હાથ લીધું છે. શુક્રવારે અખિલેશે બુંદેલખંડના ઝાંસીમાં સમાજવાદી વિજય રથયાત્રા કાઢી અને ભાજપ પર અનેક પ્રહારો કર્યા. આ દરમિયાન તેમણે કોંગ્રેસ વિશે ભવિષ્યવાણીઓ પણ કરી હતી. અખિલેશે દાવો કર્યો કે કોંગ્રેસની જે હાલત છે, જનતા તેમને નકારી દેશે. કોંગ્રેસને યુપીમાં શૂન્ય બેઠકો મળશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સપાની સીટો અને કોંગ્રેસ વિશે પુછવામાં આવેલા એક સવાલના જવાબમાં અખિલેશ યાદવે જણાવ્યું હતું કે, તેઓ યુપીના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટીની ભૂમિકાને જાણતા નથી. અખિલેશે કહ્યું કે જનતા તેમને નકારશે, કદાચ તેમની સંખ્યા શૂન્ય થઈ જશે. અખિલેશ શુક્રવારે ચૂંટણી રેલીને સંબોધવા બુંદેલખંડના ઝાંસી પહોંચ્યા હતા.


અખિલેશે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે જો સમાજવાદી પાર્ટી 22 મહિનામાં એક્સપ્રેસ વે બનાવી શકતી હોય તો એ જ કામ કરવા માટે ભાજપે 4.5 વર્ષ કેમ લીધા? કારણ કે તેઓ યુપીમાં લોકોના કલ્યાણ માટે કામ કરવા માંગતા નથી. તેમણે કહ્યું કે બુંદેલખંડમાં ભાજપ માટે દરવાજા બંધ થઈ જશે. લોકો તેમના ખોટા વચનોને સ્વીકારશે નહીં અને ભાજપને સત્તામાં આવવા દેશે નહીં. મોંઘવારી, બેરોજગારી અને ખેડૂતોની ઓછી આવક એવા મુદ્દા છે જે આગામી ચૂંટણીમાં ભાજપનું ભાવિ નક્કી કરશે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube