UP Assembly Election 2022: કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આજે લખનઉ (Amit Shah Lucknow Visit) પ્રવાસે છે. તે દરમિયાન એક કાર્યક્રમમાં અમિત શાહે અખિલેશ યાદવ (Akhilesh Yadav) અને માયાવતી (Mayawati) પર નિશાન સાધ્યું હતું. અમિત શાહે જણાવ્યું હતું કે સપા-બસપાના શાસન સમયે કાયદો વ્યવસ્થાને જોઈને મારું લોહી ઉકળી જતું હતું, પરંતુ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે. હવે મહિલાઓ ઘરેણા પહેરીને રાત્રે 12 વાગે પણ નિકળે છે. પહેલા દરેક જિલ્લામાં બે ત્રણ બાહુબલી હતા, પરંતુ હવે દૂરબીર લઈને પણ શોધીએ તો પણ બાહુલબી જોવા મળતા નથી. બીજેપી સરકારના કારણે આ ફેરફાર જોવા મળ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે કાયદો વ્યવસ્થા એટલી ખરાબ હતી કે યૂપીની અલગ અલગ જગ્યાએથી અપહરણ થતા હતા. કેરાનાથી અપહરણની ઘટનાઓ સામે આવતી હતી, પરંતુ હવે અપહરણ કરાવનાર જ પલાયન થઈ ગયા છે. પહેલા મેરઠ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દિલ્હીમાં ભાડાના રૂમમાં અભ્યાસ કરતા હતા, પરંતુ હવે પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે.
 
અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે, અખિલેશ એન્ડ કંપની 2014, 2017, 2019માં અમને ગમે તેમ બોલતા હતા. કહેતા હતા કે, 'મંદિર ત્યાં જ બનાવશે, પરંતુ તારીખ ક્યારેય નહીં જણાવે'. અખિલેશ બાબૂ, તારીખ જ નહીં, હવે તો મંદિરની ઈંટ પણ મૂકાઈ ગઈ છે. તમે તો 5 હજાર રૂપિયા આપવામાં પણ ચૂકી ગયા છો.


અમિત શાહે જણાવ્યું કે, હું ગર્વથી કહી શકું છું કે યોગી આદિત્યનાથે પોતાના 90 ટકા વાયદાઓ પુરા કર્યા છે. ચૂંટણી પહેલા માર્ચ સુધી તમામ 100 ટકા વાયદાઓ પુરા કરી દેવામાં આવશે. લોકોને હવે વિશ્વાસ બેઠો છે કે બીજેપી જે કહે છે તે કરે છે.


શાહે વધુમાં ઉમેર્યું કે, જે છેલ્લાં પાંચ વર્ષોથી ઘરે બેઠેલા હતા, તે વિચારે છે કે તેઓ સરકાર બનાવી લેશે. હું અખિલેશ યાદવને પુછવા માંગું છું કે તેઓ કેટલા દિવસ યૂપીમાં પોતાના ઘરમાંથી બહાર રહ્યા છે. અખિલેશ યાદવ કોરોના મહામારી સમયે ક્યા હતા? પૂર આવ્યું ત્યારે તેઓ ક્યા હતા? તેઓ જે પણ કરી રહ્યા હતા માત્ર પોતાના ઘર માટે કરી રહ્યા હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube