નવી દિલ્હી: ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ ઉત્તર પ્રદેશના રાજકારણમાં ખુબ  ગરમાવો આવી ગયો છે. કોંગ્રેસના પ્રિયંકા ગાંધી બુધવારે સાંજે મેરઠ પહોંચ્યા અને ત્યાં ભીમ આર્મીના મુખ્યા ચંદ્રશેખર સાથે હોસ્પિટલમાં મુલાકાત કરી. પ્રિયંકાની આ સોગઠીથી અન્ય રાજકીય પક્ષો ઉચાનીચા થઈ ગયાં. આ મુલાકાતની ગણતરીની ક્ષણોમાં જ સપા અધ્યક્ષ અખિલેશ યાદવે બસપા સુપ્રીમો માયાવતી સાથે મુલાકાત કરી. મળતી માહિતી મુજબ મેરઠમાં પ્રિયંકા અને ચંદ્રશેખરની મુલાકાતના અહેવાલો બાદ યુપીમાં રાજકારણ ગરમાઈ ગયું અને અખિલેશ યાદવ સીધા માયાવતીને મળવા માટે તેમના લખનઉ સ્થિત માલ એવન્યૂ નિવાસ સ્થાને પહોંચી ગયાં. પ્રિયંકા અને ચંદ્રશેખરની મુલાકાત બાદ એવી અટકળો થઈ રહી છે કે માયાવતી હવે અમેઠી અને રાયબરેલી પર કોઈ નિર્ણય લઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મમતાએ પીએમ મોદીને ફેંક્યો પડકાર, કહ્યું- હિંમત હોય તો બંગાળથી ચૂંટણી લડીને બતાવો'


સપા અધ્યક્ષ અખિલેશ યાદવે પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી માયાવતી અને પોતાનો એક ફોટો શેર કર્યો છે જેની કેપ્શન છે આજે એક મુલાકાત મહાપરિવર્તન માટે... આ ટ્વિટ બાદ એવી અટકળો શરૂ થઈ ગઈ છે કે સપા-બસપા ગઠબંધન જલદી કોઈ મોટો નિર્ણય લઈ શકે છે. અખિલેશ યાદવ અને માયાવતીની મુલાકાત બાદ સપા પ્રવસ્તા રાજેન્દ્ર ચૌધરીએ જણાવ્યું કે આ મુલાકાત આગામી લોકસભા ચૂંટણી માટે થનારી રેલીઓ, સભાઓ અને બેઠકોના મામલે હતી. તેમણે જણાવ્યું કે ચૂંટણી નજીક આવી રહી છે. હોળી બાદ ચૂંટણી પ્રચારની ધૂંઆધાર શરૂઆત કરાશે. તેમણે કહ્યું કે ગઠબંધને ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ માટે બે સીટો છોડી છે અને ઈમાનદારીથી પૂરેપૂરું સમર્થન કરવામાં આવશે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...