લખનઉઃ સમાજવાદી પાર્ટીની ગોરખપુર અને ફૂલપુર લોકસભાની પેટાચૂટણીમાં શાનદાર જીત બાદ અખિલેશ યાદવે કહ્યું કે, ગરીબો, કિસાનો, મજૂરો, યુવાનો અને મહિલાઓ સહિત દરેકને ધન્યવાદ આપુ છું. બહુજન સમાજવાદી પાર્ટીના નેતા માયાવતીનો આભાર, દેશની મહત્વપૂર્ણ લડાઇમાં તેની પાર્ટીનો સાથ મળ્યો. તેમણે કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી, નિષાદ પાર્ટી, પીસ પાર્ટી અને જેટલી પણ અમારી કોમ્યુનિસ્ટ પાર્ટી છે તેણે મળીને અમારો સહયોગ કર્યો તે તમામનો આભાર. અખિલેશે કહ્યું કે આ તમામ દળોએ આ સમય પર મળીને અમને સમર્થન આપ્યું અને જે પરિણામ આવ્યું છે તે અમારી મહેનતનું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગોરખપુર અને ફૂલપુર લોકસભા ક્ષેત્રના લાખો લોકોએ અમને વોટ આપ્યા છે. યૂપીની લોકસભાની ચૂંટણીમાં રાજનીતિક સંદેશ હંમેશા મળી છે. બંન્ને મહત્વપૂર્ણ વિસ્તારની જનતામાં નારાજગી છે. આવનારી લોકસભાની ચૂંટણીમાં શું હાલ થશે. જીએસટી અને નોટબંધીએ વ્યાપાર અને રોજગાર છીનવી લીધો છે. રાજ્યમાં બંધારણની મજાક ઉડાળવામાં આવે છે. ભયનું વાતાવરણ છે. 


અમને અને બીએસપીના ગઠબંધનને સાપ છછુંદરનું ગઠબંધન કહ્યું, ચોર ચોરનું ગઠબંધન થયું છે. તે સીમા સુધી ગયા અને કહ્યું કે ઓરંગજેબની પાર્ટી છે. સમાજવાદી પાર્ટીને યૂપીમાં મજૂર, કિસાન, દલિતે અમારી મદદ કરી તેનું આ પરિણામ છે. આ જૂનુ સપનું સાકાર થતું નજરે પડી રહ્યું છે. જે મોટા મોટા વાયદાઓ કરવામાં આવ્યા હતા તે પુરા કરવામાં આવ્યા નથી. 


ઉત્તર પ્રદેશના ફૂલપુરમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીના ગઠબંધને ભારતીય જનતા પાર્ટીને પરાજય આપ્યો છે. ફૂલપુરમાં સપાના ઉમેદવાર નાગેન્દ્ર પટેલે બીજેપીના કોશલેન્દ્ર પટેલને 59613 મતથી હરાવ્યો છે. ફૂલપુર યૂપીના ઉપ મુખ્યપ્રધાન કેશવ પ્રસાદ મૌર્યની સીટ હતી.