લખનઉ: યુપી સહિત દેશની વિધાનસભા ચૂંટણીના પરિણામો આવવામાં એક દિવસ બાકી છે. આ દરમિયાન સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનની સુરક્ષા પર સવાલ ઉઠાવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'ઉમેદવારને જાણ કર્યા વિના શિફ્ટ થઇ રહ્યા છે EVM'
લખનઉમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા અખિલેશ યાદવે કહ્યું કે, 'સુરક્ષા વિના EVM શિફ્ટ કરવામાં આવી રહ્યા છે. ઉમેદવારની જાણકારી વિના તમે EVM ખસેડી ન શકો. જો તમે ઈવીએમ ખસેડી રહ્યા છો, તો જે ઉમેદવારો છે તેમને જણાવવું જોઈએ.


અખિલેશ યાદવે કહ્યું, 'જે જમીન પર ચૂંટણી ચાલી રહી છે તે બીજેપી વિરુદ્ધ હતી. જે એક્ઝિટ પોલ આવ્યા છે, હું આના પર બોલવા માંગતો ન હતો, પરંતુ એક્ઝિટ પોલ અનુમાન લગાવી રહ્યા છે.


'આ યુપીની છેલ્લી લોકતાંત્રિક ચૂંટણી'
સપા વડાએ કહ્યું, 'લોકતંત્રની આ છેલ્લી લડાઈ છે. યુપીની ચૂંટણી લોકશાહીની છેલ્લી ચૂંટણી છે. આ પછી જનતાએ ક્રાંતિ કરવી પડશે, તો જ પરિવર્તન આવશે. જ્યાં સુધી મતગણતરી ન થાય ત્યાં સુધી જ્યાં સુધી મશીનો રાખવામાં આવ્યા છે ત્યાં કોઇની અવર-જવર ન હોવી જોઇએ. 


'3 દિવસ સુધી EVMની સુરક્ષા કરે યુવાનો'
અખિલેશ યાદવે કહ્યું, 'બધા એક્ઝિટ પોલ એટલા માટે થઈ ગયા છે કે જો તેઓ (ભાજપ) ચોરી કરે તો પણ કોઈને ખબર પણ ન પડે. જ્યાં ભાજપ હારી રહી છે ત્યાં ધીમી ગતિએ મતગણતરી થાય અને રાત સુધી મતગણતરી લઇ જવામાં આવે. હું યુવાનોને ઓછામાં ઓછા ત્રણ દિવસ લોકશાહીના ચોકીદાર બનાવીને ઈવીએમની સુરક્ષા કરવાની અપીલ કરીશ.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube