અખિલેશે પીએમ મોદી પર સાધ્યું નિશાન, કહ્યું- `ભાજપનો હિસાબ જનતા કરશે`
ચૂંટણી પંચ આજે સાંજે 5 વાગે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરશે. આ અગાઉ સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે સપા કાર્યાલયમાં મીડિયાને સંબોધન કર્યું.
લખનઉ: ચૂંટણી પંચ આજે સાંજે 5 વાગે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરશે. આ અગાઉ સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે સપા કાર્યાલયમાં મીડિયાને સંબોધન કર્યું. આ દરમિયાન તેમણે આજે સાંજે જાહેર થનારી ચૂંટણી આચાર સંહિતાની જાહેરાત પર કહ્યું કે જનતા ચૂંટણીની તારીખોની રાહ જોઈ રહી છે. દેશમાં પરિવર્તનની હવા છે. કારણ કે જનતા ખુબ પરેશાન છે અને તે હવે બદલાવ ઈચ્છે છે.
સપા અધ્યક્ષ અખિલેશ યાદવે બુક લોન્ચ કાર્યક્રમમાં મીડિયાને સંબોધન દરમિયાન પીએમ મોદીની સાથે સાથે ભાજપ ઉપર પણ નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે છેલ્લા પાંચ વર્ષોમાં યુવાઓને ન તો નોકરી મળી, કે ન તો ખેડૂતોની આવક વધી. વર્ષ 2014માં કહેવાયું હતું કે વિદેશથી ખુબ કાળું નાણું પાછું લાવીશું. પરંતુ નોટબંધી કરીને જે ધન જનતાએ પ્રમાણિકતાથી ભેગું કર્યું હતું તે પણ બેંકોમાં જમા કરાવી દીધુ. સપા અધ્યક્ષે કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધતા કહ્યું કે આ સરકારે સેનાને રાજકારણમાં ઢસડી.
લોકસભા ચૂંટણી 2019: MPમાં કોંગ્રેસે ખેલ્યો મોટો દાવ, હવે OBCને મળશે 27 ટકા અનામત
ભાજપના મોદી છે તો શક્ય છેના સૂત્ર પર કટાક્ષ કરતા તેમણે કહ્યું કે પીએમ મોદી અને તેમની પાર્ટીએ પોતાના પ્રચારમાં ઉર્દૂનો સહારો લીધો. સપા અધ્યક્ષ આટલેથી ન અટક્યા અને કહ્યું કે ભાજપના લોકો કોઈ પણ હદે જઈ શકે છે. ભાજપે માતા ગંગાને પણ ન છોડી, ગાયમાતાને પણ ન છોડી. તેમણે કહ્યું કે ભાજપના શાસનથી જનતા હવે પરેશાન થઈ ગઈ છે અને તે હવે ફેરફાર ઈચ્છે છે.
તેમણે કહ્યું કે ફરીથી સરકાર બનાવવાનો દાવો કરનારી ભાજપ સરકાર હવે આ વખતે આખા ભારતમાં 74 બેઠકો પર સમેટાઈને રહી જશે. ચૂંટણીની તૈયારીઓ પર સપા અધ્યક્ષે કહ્યું કે હું એ વિચારી રહ્યો હતો કે પહેલા ભાજપના લોકો પ્રચાર કરીને થાકી જાય પછી અમે પ્રચાર કરીશું. અખિલેશે ભાજપના સાંસદ દ્વારા વિધાયકને જૂતાથી મારવાની ઘટનાનો પણ ઉલ્લેખ કરતા કહ્યું કે આ જૂતાવાળી સરકાર છે. ભાજપના સાંસદ પોતાના વિધાયકને 21 જૂતાની સલામી આપે છે.