રામપુર : સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ (Akhilesh Yadav) કાલે એટલે કે સોમવારે (9 सितंबर) ને સપા સાંસદ આઝમ ખાન (Azam Khan) નું સમર્થન કરવા માટે રામપુર (Rampur) જશે. અખિલેશની સાથે ખુબ મોટા પ્રમાણમાં સપા કાર્યકર્તાઓનાં રામપુર પહોંચવાની આશા છે. જેને ધ્યાને રાખી રામપુરનાં જિલ્લાધિકારીએ ઉત્તરપ્રદેશ સરકાર (UP Government) ને એક પત્ર લખ્યો છે. પત્રમાં માંગ કરવામાં આવી છે કે રામપુરમાં અખિલેશ યાદવની મુલાકાત પર પ્રતિબંધ લગાવવામાં આવે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કાળા નાણા પર પ્રહાર! સ્વિસ બેંકોએ પહેલી યાદીમાં બંધ થયેલા ખાતાઓની માહિતી અપાઇ
ઉલ્લેખનીય છે કે, રામપુરમાં આઝમ ખાને ભુમાફિયા જાહેર થયા બાદ સપા સંરક્ષક મુલાયમ સિંહ યાદવ તેના સમર્થનમાં ખુલીને સામે આવ્યા હતા. મુલાયમ સિંહ યાદવે આ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે પણ વાત કરવાની વાત કહી હતી. ત્યાર બાદ હવે અખિલેશ યાદવના મોર્ચાને સંભાળવાનો નિર્ણય લીધો છે. ભુમાફિયા આઝમ ખાનનાં સમર્થનમાં સમાજવાદી પાર્ટી સોમવારે રસ્તા પર ઉતરશે.


થાક્યા વગર સતત કામ કરી રહી છે મોદી સરકાર: સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ
આપણે ચંદ્ર પર પહોંચી ગયા પરંતુ પાકિસ્તાન હજી પણ ગધેડા જ એક્સપોર્ટ કરે છે: ગિરિરાજ
બીજી તરફ રામપુરના જિલ્લાધિકારીએ પ્રદેશની યોગી સરકાર (Yogi Government) ને લખેલા પત્રમાં કહ્યું કે, અખિલેશ યાદવનાં રામપુર મુલાકાત પર પ્રતિબંધ લગાવવામાં આવે. રામપુરનાં ડીએમએ કહ્યું કે, મુહર્રમના તહેવારનાં કારણે અખિલેશની મુલાકાત અંગે સરકાર પરથી પ્રતિબંધ લગાવવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે, મુહર્રમના મુદ્દે કરવામાં આવેલી સુરક્ષા વ્યવસ્થા અખિલેશ યાદવ આવવાથી બગડી શકે છે. તેમણે કહ્યું કે, આ દરમિયાનઅખિલેશ યાદવને સુરક્ષા આપવા માટે એક મોટી સમસ્યા થશે, કારણ કે પોલીસ દળ મહોર્રમનાં તહેવારની સુરક્ષામાં વ્યવસ્થા જોશે.


CM યોગી સહિત સમગ્ર મંત્રીમંડળ IIM માં વિદ્યાર્થી બન્યા, ક્લાસમાં શીખ્યા મેનેજમેન્ટનાં પાઠ
બીજી તરફ ડીએમએ તેમ પણ કહ્યું કે, અખિલેશ યાદવે પોતાના રામપુર મુલાકાત અંગેની માહિતી નથી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, 10 સપ્ટેમ્બરના રોજ મુહર્રમનાં કારણે 144 લાગુ છે અને કોઇ પણ પ્રકારે ધરણા પ્રદર્શનની પરવાનગી નથી. બીજી તરફ સુત્રોનું કહેવું છે કે, અખિલેશ યાદવ 11 સપ્ટેમ્બરે પણ રામપુર રોકાઇ શકે છે.