નવી દિલ્હી :વૈશાખ શુક્લ તૃતીયાને અક્ષય તૃતીયા તરીકે ઉજવવામાં આવે છે. જે આજે 7 મેના રોજ આવી રહી છે. આ સનાતન ધર્મીઓનો મુખ્ય તહેવાર છે. એવી માન્યતા છે કે, અક્ષય તૃતીયાના દિવસે સોનાની ખરીદારી શુભ માનવામાં આવે છે. આ દિવસે સોનાની ખરીદી કરવાથી ન માત્ર ઘરમાં શુભતા આવે છે, પણ ઘરમા લક્ષ્મીનો વાસ પણ થાય છે. તો આજના દિવસનો અને સોનાની ખરીદી કરવાનુ શુભ મુહૂર્ત અચૂક જાણી લો, અને તે મુજબ જ ખરીદી કરજો.


આજે અક્ષય તૃતીયા પર જાણો ગુજરાતના પ્રખ્યાત મંદિરોના અપડેટ્સ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અક્ષય તૃતીયા પર પૂજાનું મુહૂર્ત
આ વખતે અક્ષય તૃતીયાની પૂજાનું મુહૂર્ત 5.40થી 12.17 સુધીનું હોય છે. આ વખતે મુહૂર્તનો સમય 6 કલાક 37 મિનીટ સુધીનો છે. આવામાં તમે ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મીની પૂજા કરી શકો છો.


શુભ મુહૂર્ત
તૃતીયા તિથી પ્રારંભ 03.17 (7 મે, 2019) 
તૃતીયા તિથિ સમાપ્તિ 02.17 (8 મે, 2019)]


ફાનીમાં આંખ સામે મોત જોઈને પરત ફરેલા જામનગરવાસીઓએ ગુજરાતમાં પગ મૂકતા જ આંખ થઈ ભીની, Pics


સોનાની ખરીદીનો શુભ સમય
અક્ષય તૃતીયા શુભ દિવસ કહેવાય છે, તેથી આમ તો આખો દિવસ કોઈ પણ ખરીદી કરી શકાય છે. પણ સોનાની ખરીદીની કરવા માટે 05:40 થી 26:17+ની વચ્ચેના ચોઘડીયાનુ શુભ મુહૂર્ત છે. 


સવારે - મુહૂર્ત (ચર, લાભ, અમતૃ) 08:59 – 13:57
મધ્યાહન મુહૂર્ત (શુભ) 15:37 – 17:16
સાંજે મુહૂર્ત (લાભ) 20:16 – 21:37
રાત્રે મુહૂર્ત (શુભ, અમૃત, ચર) 22:57 –26:17+


નવસારી : અકસ્માત બાદ મામલો બિચકતા 1000નું ટોળું ભેગુ થયું, પોલીસે 25 ટિયરગેસ સેલ છોડ્યા 



પૂજન વિધિ આવી રીતે કરવી


  • અક્ષય તૃતીયાના દિવસે ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મીની સાથે સાથે ધનના દેવતા કુબેરની પૂજા કરવામાં આવે છે.

  • એક લાકડીનો પાટ લો, તેના પર લાલ કે પીળા રંગનું કપડુ પાથરો.

  • તેના પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની સાથે સાથે ધન કુબેરની મૂર્તિ કે તસવીર મૂકો.

  • મા લક્ષ્મીની મૂર્તિ ભગવાન વિષ્ણુની ડાબા તરફ રાખો અને કુબેરની જમણી તરફ. તમે સામાન્ય તસવીરોમાં પણ આવુ જ જોયુ હશે. કન્ફ્યુઝન હોય તો ગુગલ કરીને જોઈ લેવું.

  • માટી, પિત્તળ કે તાંબામાં દીવો પ્રગટાવો. દીવો પેટવવા શુદ્ધ ઘીનો જ ઉપયોગ કરો.

  • ભગવાન વિષ્ણુ, મા લક્ષ્મી અને ધન કુબેર દેવતાની સામે હાથ જોડીને બેસો અને તેમની પ્રાર્થના સ્વીકાર કરવા માટે મનમાં જ આમંત્રિત કરો. પોતાના ઘરમાં તેમને બોલાવો અને આર્શીવાદ આપવા કહો.

  • હળદર, કંકુ અને ચંદન અને ચોખાનો ટીકો કરો.

  • ત્રણેય દેવી-દેવતીઓને કેળુ, નારિયેળ, પાન સુપારી, મીઠાઈ અને જળ ચઢાવો.

  • થોડા સમય બાદ ભગવાનની સામે હાથ જોડીને પ્રાર્થના કરો અને તેમની પાસેથી આર્શીવાદ માંગો.

  • આરતી ગાઓ અને સાથે જ ઘંટડી પણ જરૂર વગાડવી. કેમ કે, ઘંટડીઓના અવાજથી નકારાત્મક ઉર્જા ઘરમાંથી બહાર જતી રહે છે.