Delhi Airport: દિલ્હી એરપોર્ટને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસે વધારી સુરક્ષા
એપ્રિલ મહિનામાં દિલ્હી એરપોર્ટ પર એક વિમાનને બોમ્બથી ઉડાવવાની દમકી બાદ શનિવારે એકવાર ફરી મેલ આવ્યો છે. અલકાયદા નામથી મોકલેલા આ મેલમાં એરપોર્ટને ઉડાળવાની ધમકી આપવામાં આવી છે.
નવી દિલ્હીઃ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના ઈન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ (IGI) ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. તે માટે અલકાયદાના નામથી ઇમેલ આવ્યો છે, જેમાં થોડા દિવસમાં એરપોર્ટને (Airport) બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ મેલ મળ્યા બાદ એરપોર્ટ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે.
કપલ રાખશે બોમ્બ
ન્યૂઝ એજન્સી એએનઆઈ પ્રમાણે શનિવારે સાંજે આવેલા આ ઇમેલમાં એક કપલનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને તેના દ્વારા બોમ્બ રાખવાની વાત કહેવામાં આવી છે. આ મેલમાં કહેવામાં આવ્યું છે કે કરણબીર સૂરી ઉર્ફે મોહમ્મદ જલાલ અને તેની પત્ની શૈલી સારા ઉર્ફે હસીના રવિવારે સિંગાપુરથી ભારત આવી રહ્યાં છે. તે એરપોર્ટ પર આગામી એકથી ત્રણ દિવસમાં બોમ્બ રાખવાનું ષડયંત્ર રચી રહ્યાં છે.
કોવૈક્સીન અને કોવિશીલ્ડ વેક્સીનના મિક્સ ડોઝ કેટલા સુરક્ષિત છે? ICMR એ કર્યું રિસર્ચ
પહેલા પણ મળી ચુકી છે ધમકી
આ મેલની તપાસ કરવા પર સામે આવ્યું છે કે પહેલા પણ આ નામો દ્વારા ધમકીભર્યા મેલ આવી ચુક્યા છે. પોલીસે જણાવ્યું કે પહેલા પણ કરણબીર અને શૈલીને આઈએસઆઈએસના સભ્ય જણાવતા તે લખવામાં આવ્યું છે કે તે ભારત આવી રહ્યાં છે અને ત્યાં બોમ્બ ધમાકો કરવાનું ષડયંત્ર રચશે. શનિવારે કરવામાં આ મેલ સાંજે 5.45 કલાકે મળ્યો હતો. જાણકારી પ્રમાણે આ મેલ india.212@protonmail.com આઈડીથી મોકલવામાં આવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube