આ પાર્ટીએ કર્યો વાયદો, અમને મત આપશો તો દારૂ અડધા ભાવે, તથા સોનું-બકરો મળશે સાવ મફત`
ચૂંટણી જીતવા માટે પાર્ટીઓ કઈ હદ સુધી જાય છે તેનું તાજું ઉદાહરણ દિલ્હીમાં જોવા મળી રહ્યું છે. દિલ્હીની એક પાર્ટીના ઉમેદવારે ચૂંટણી જીતવા માટે અને મતદારોને પોતાના પક્ષમાં કરવા માટે વિચિત્ર વાયદાઓનું પેમ્ફલેટ બનાવીને વિતરણ કરવા માંડ્યું છે.
નવી દિલ્હી: ચૂંટણી જીતવા માટે પાર્ટીઓ કઈ હદ સુધી જાય છે તેનું તાજું ઉદાહરણ દિલ્હીમાં જોવા મળી રહ્યું છે. દિલ્હીની એક પાર્ટીના ઉમેદવારે ચૂંટણી જીતવા માટે અને મતદારોને પોતાના પક્ષમાં કરવા માટે વિચિત્ર વાયદાઓનું પેમ્ફલેટ બનાવીને વિતરણ કરવા માંડ્યું છે. જેમાંથી મોટા ભાગના વાયદાઓ તો એવા છે જેના પર ભરોસો કરવો અશક્ય છે. જેમ કે દારૂ અડધા ભાવમાં, દરેક મહિલાને સોનું ફ્રી, ઈદ પર દરેક મુસ્લિમ પરિવારને બકરો ફ્રી, સાથે યુવતીના લગ્ન પર અઢી લાખ રૂપિયા, પ્રાઈવેટ શાળામાં ફી અડધી, બધાને રાશન ફ્રી. આવા વચનો દિલ્હીમાં ચૂંટણી લડી રહેલી એક પાર્ટીના છે.
રૂડકી, હરિદ્વાર સહિત 10 રેલવે સ્ટેશનો બોમ્બથી ઉડાવી દેવાની લશ્કરની ધમકી, અલર્ટ જાહેર