Coronavirus Infection સામે રક્ષણ આપે છે દારૂ? એક્સપર્ટએ આપી ચેતવણી
કોરોના વાયરસ (Covid-19) સંક્રમણ જેટલી ઝડપથી ફેલાઇ રહ્યો છે, એટલી જ ઝડપથી તેના નિવારણના જુદા જુદા પ્રિસ્ક્રિપ્શનો વાયરલ થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા (Social Media) પર આવો જ એક પ્રકારનો ઉપાય વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે
ચંડીગઢ: કોરોના વાયરસ (Covid-19) સંક્રમણ જેટલી ઝડપથી ફેલાઇ રહ્યો છે, એટલી જ ઝડપથી તેના નિવારણના જુદા જુદા પ્રિસ્ક્રિપ્શનો વાયરલ થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા (Social Media) પર આવો જ એક પ્રકારનો ઉપાય વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે કે દારૂ સંક્રમણને રોકી શકે છે. આ અંગે પંજાબના એક્સપર્ટ સમિતિના વડા ડો. કે.કે. તલવારે પરિસ્થિતિ અંગે સ્પષ્ટતા કરી છે.
એક્સપર્ટની ચેતવણી
પંજાબના એક્સપર્ટ સમિતિના વડા ડો. કે.કે. તલવારે લોકોને સોશિયલ મીડિયા પર ચાલી રહેલી અફવાઓ પર ધ્યાન ન આપવાનું કહ્યું હતું, જે મુજબ દારૂ કોરોના વાયરસ સામે રક્ષણ આપી શકે છે. રાજ્યમાં લગભગ ચાર લાખ લોકો કોવિડ-19 સંક્રમણ થયા છે.
આ પણ વાંચો:- બંગાળમાં TMC ની જીત બાદ 80 હજારથી 1 લાખ લોકો હુમલાના ડરથી ઘર છોડીને ભાગી ગયાઃ જેપી નડ્ડા
Immunity પર થયા છે ખોટી અસર
ડો. કે.કે. તલવારે જણાવ્યું હતું કે વધુ દારૂ પીવાથી લોકોની Immunity ઓછી થઈ શકે છે અને સંક્રમણ લાગવાનું જોખમ વધી શકે છે. તલવારે કહ્યું કે તેમણે સોશિયલ મીડિયા પર વાંચ્યું કે દારૂનું સેવન વાયરસ સામે રક્ષણ પૂરું પાડે છે. તેમણે કહ્યું, "આવી ગેરસમજ ગંભીર સમસ્યાઓનું કારણ બની શકે છે."
આ પણ વાંચો:- કોરોના દર્દીઓને રાહત! ભારતમાં Roche એન્ટીબોડી દવાને મળી ઈમરજન્સી ઉપયોગની મંજૂરી
વધુ આલ્કોહોલ તો સંક્રમણનું જોખમ વધારે
ડો. તલવારે જણાવ્યું હતું કે, "જો લોકો વધાર પ્રમાણમાં દારૂનું સેવન કરે છે, તો તેમાં સંક્રમણ લાગવાનું જોખમ વધારે છે." તલવારે કહ્યું કે આ સૂચન ખોટી છે કે આલ્કોહોલના સેવનથી કોરોના વાયરસનું મૃત્યુ થઈ શકે છે. જો કે, તેમણે કહ્યું હતું કે ખૂબ ઓછી માત્રામાં દારૂના સેવનથી કોઈ નુકસાન નથી. તલવારે જણાવ્યું હતું કે વૈજ્ઞાનિક સંશોધનને આધારે, એમ કહી શકાય કે લોકોએ કોરોના વેક્સીન લેવાના બે દિવસ પહેલા અને પછી દારૂના સેવનથી બચવું જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube