WhatsApp અને Telegram પર ભૂલથી મોકલશો નહી આ મેસેજ, સરકારે જાહેર કરી નવી ગાઇડલાઇન્સ
WhatsApp અને Telegram આજે લગભગ તમામ સ્માર્ટફોન યુઝર્સ ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ ઘણી વખત આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ તમારા માટે ઘણી રીતે સુરક્ષિત નથી. આવો તમને જણાવીએ કે સરકાર દ્વારા આ અંગે શું ગાઈડલાઈન જારી કરવામાં આવી છે.
WhatsApp Telegram Use: WhatsApp અને Telegram આજે લગભગ તમામ સ્માર્ટફોન યુઝર્સ ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ ઘણી વખત આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ તમારા માટે ઘણી રીતે સુરક્ષિત નથી. આવો તમને જણાવીએ કે સરકાર દ્વારા આ અંગે શું ગાઈડલાઈન જારી કરવામાં આવી છે.
સરકારે સોશિયલ મીડિયાને લઈને આપ્યા આ આદેશ
સરકારે અધિકારીઓને સોશિયલ મીડિયા એપ્સ દ્વારા ગોપનીય ડેટા અથવા પેપરવર્ક શેર ન કરવા જણાવ્યું છે. કેન્દ્રની નવી ગાઇડલાઇન્સ તમામ સરકારી કર્મચારીઓ માટે છે. જેમાં ગોપનીય ડેટા શેર કરવા માટે વોટ્સએપ, ટેલિગ્રામ અથવા અન્ય સોશિયલ મીડિયા એપ્સનો ઉપયોગ ન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
Bank Holiday February 2022: ફેબ્રુઆરીમાં 12 દિવસ બંધ રહેશે બેંક! બ્રાંચ જતાં પહેલાં જોઇ લો યાદી
વોટ્સએપ-ટેલિગ્રામ ઉપરાંત આ એપ્સ પણ પ્રતિબંધિત લગાવ્યો
સરકારે સુરક્ષાના સંદર્ભમાં કર્મચારીઓ માટે આ માર્ગદર્શિકા જારી કરી છે. કારણ કે આ એપ્સના સર્વર વિશ્વભરના ખાનગી કોર્પોરેશનો દ્વારા હેન્ડલ કરવામાં આવે છે. એવામાં ભારત વિરોધી શક્તિઓ ડેટા સાથે છેડછાડ કરી શકે છે. આ ઓર્ડર Amazon Alexa, Apple HomePod, Google Meet, Zoom અને અન્ય એપ્સના ઉપયોગને લઇને પણ છે.
ઘરેથી કામ કરતી વખતે રાખવી સાવધાનીઓ
નવી માર્ગદર્શિકામાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે ઘરેથી કામ કરતી વખતે, સંવેદનશીલ માહિતી અથવા પેપરવર્ક શેર કરવાનું ટાળો. એટલું જ નહીં, કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગોના અધિકારીઓને પણ ગોપનીય અથવા દેશવ્યાપી સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર મીટિંગ્સ અથવા કોન્ફરન્સ દરમિયાન સ્માર્ટ-વોચ અથવા સ્માર્ટ ફોનનો ઉપયોગ ન કરવા માટે કહેવામાં આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube