શ્રીનગર : જમ્મુ અને કાશ્મીરનાંપુલવામાં જિલ્લામાં શ્રીનગર- જમ્મુ રાજમાર્ગ પર ગુરૂવારે આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા એક આત્મઘાતી હૂમલામાં કેન્દ્રીય રિઝર્વ પોલીસદળ (સીઆરપીએફ)નાં 20 જવાન શહીદ થઇ ગયા હતા. પોલીસે કહ્યું કે, આતંકવાદીઓએ શ્રીનગરથી આશરે 30 કિલોમીટર દુર લેથપોરા વિસ્તારમાં અપરાન્હ આશરે સવા ત્રણ વાગ્યે સીઆરપીએફ બસને નિશાન બનાવીને  આઇઇડી વિસ્ફોટ કર્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

CRPFનો કાફલામાં હંમેશા 1000થી ઓછા જવાનો હોય છે, આ વખતે 2500 કેમ ?

ગૃહમંત્રી રાજનાથસિંહ કાલે જમ્મુ- કાશ્મીર જશે. તેમણે કાલે પટનામાં યોજાનારી રેલી રદ્દ કરી દીધી છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર  અજિત ડોભાલ હૂમલા બાદ ઇમરજન્સી બેઠક બોલાવી હતી. તેમણે 2019નો સૌથી મોટો આતંકવાદી હૂમલા બાદ  ઇમરજન્સી બેઠક બોલાવી છે. તેને 2019નો સૌથી મોટો આતંકવાદી હૂમલો હોવાનું જણાવાઇ રહ્યું છે. ડોભાલે વડાપ્રધાન મોદીને હૂમલાની માહિતી આપી હતી.  કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીએ હૂમલાની નિંદા કરતા કહ્યું કે, આતંકવાદીઓને આકરો જવાબ આપવામાં આવશે. 


પુલવામાં હૂમલાના બહાદુર જવાનોનું બલિદાન વ્યર્થ નહી જાય: વડાપ્રધાન મોદી