અલીગઢઃ ઉત્તર પ્રદેશની અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (AMU)માં યોગ દિવસને લઈને તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. 21 જુનના રોજ અહીં અત્યંત ભવ્ય રીતે યોગ દિવસ ઉજવવામાં આવશે. તેના માટે લોકોને પ્રોત્સાહિત કરવા અને યોગની તાલીમ આપવા માટે યુનિવર્સિટી દ્વારા 7 દિવસના કેમ્પનું આયોજન કરાયું છે. આ શીબિરમાં મોટી સંખ્યામાં ભાગ લઈ રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પ્રસંગે યોજાના કાર્યક્રમોની વિગતો આપતા રજિસ્ટ્રાર અબ્દુલ હમીદે જણાવ્યું કે, AMU આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ સપ્તાહ ભવ્ય રીતે મનાવશે.


International Yoga Day 2019 : 21 જૂનના રોજ યોગ દિવસ ઉજવવાનું આ છે કારણ, જાણો થીમ 


એએમયુમાં 2015થી જ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવે છે. આ વર્ષે એક કરતાં વધુ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. 15 જૂનથી અહીં નિયમિત રીતે યોગાભ્યાસ માટે શીબિર શરૂ કરાઈ છે. અનેક યોગ નિષ્ણાતોને વ્યાખ્યાન માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. સાથે જ કાર્યશાળાઓનું પણ આયોજન કરાયું છે. 


Yoga Day 2019 : એનિમેટેડ વીડિયો દ્વારા પીએમ મોદીએ શીખવાડ્યા વિવિધ આસનો 


યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત યોગ શીબિરમાં મોટી સંખ્યામાં પુરુષો, મહિલાઓ અને બાળકો ભાગ લઈને યોગના વિવિધ આસનો શીખી રહ્યા છે અને યોગના ફાયદા વિશે જ્ઞાન મેળવી રહ્યા છે. 


એએમયુ દ્વારા આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નહીં ઉજવવાના મીડિયામાં આવેલા સમાચાર પછી એએમયુના જનસંપર્ક અધિકારી ઉમર પીરજાદાએ જણાવ્યું હતું કે, આ સમાચાર સંપૂર્ણપણે નિરાધાર છે અને દુર્ભાગ્યપુર્ણ છે. 


જૂઓ LIVE TV....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....