અલીગઢ: અલીગઢના ટપ્પલ વિસ્તારમાં અઢી વર્ષની માસૂમ બાળકીની હત્યાના મામલે હચમચાવી નાખે તેવા તથ્યો સામે આવ્યાં છે. આ ખોફનાક હત્યાકાંડની તપાસ માટે છ સભ્યોની SITની રચના કરાઈ છે. હુમલાખોરોએ માસૂમની એટલી નિર્દયતાથી પીટાઈ કરી હતી કે પાસળીઓની સાથે સાથે તેનો ડાબો પગ પણ તૂટી ગયો હતો. માસૂમ બાળકીના માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી. જો  કે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં શારીરિક શોષણ અંગે કોઈ પ્રમાણ મળ્યું નથી. ફોરેન્સિક લેબમાં પણ તપાસ કરવાનો નિર્ણય લેવાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પૈસાની લેવડદેવડના કારણે થઈ નિર્દયતાથી હત્યા
25થી 26 મેની રોજ ટપ્પલ વિસ્તારમાં બાળકીના ઘરની પાસે ઝાહિદ અને પૈસા અપાવનારા વચેટિયા સાથે પૈસાની બાબતે પરસ્પર વિવાદ થઈ રહ્યો હતો. ત્યારે બાળકીના દાદા પણ ત્યાંથી નીકળ્યા હતાં. ત્યારબાદ ત્રણેય વચ્ચે પૈસાને લઈને મોટી બબાલ થઈ અને તે એટલી વધી ગઈ કે ઝાહિદે બાળકીના દાદાને ધમકી આપતા જોઈ લેવાની વાત કરી. 


30મી મેના રોજ રમતા રમતા ગાયબ થઈ બાળકી
30મી મેના રોજ સવારે બાળકી પોતાના ઘરથી 10-20 ડગલા દૂર રમી રહી હતી, ત્યારે જ અચાનક ગાયબ થઈ ગઈ. બાળકીના પરિજનોએ તેને ખુબ શોધી પરંતુ બાળકી ન મળી. મંદિર અને મસ્જિદમાં પણ એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું. પરંતુ કોઈ જાણકારી મળી નહી. 12 વાગ્યા સુધી બાળકીનો કોઈ અત્તોપત્તો મળ્યો નહીં. પરિજનો ટપ્પલ પોલીસ સ્ટેશન પહોંચ્યાં. પોલીસે કેસ દાખલ કર્યો જ નહીં. એમ કહીને મામલો રફેદફે કર્યો કે બાળકી તમને મળી જશે. અમારો નંબર લઈ લો અને કઈ પણ હોય તો જણાવજો. 


પોસ્ટમોર્ટમ રિપોર્ટના મુખ્ય પોઈન્ટ્સ
- 3-4 દિવસ પહેલા થયું મોત
- મોતનું કારણ શ્વાસ રૂંધાવવો
- લેફ્ટ ચેસ્ટ પર માર મરાયો
- પાંસળીઓ તૂટી ગયેલી હતી
- લેફ્ટ પગમાં ફ્રેક્ચર
- માથામાં ઈજા
- સીધો હાથ ખભાથી કપાયેલો હતો
- અસહ્ય માર મારવામાં આવ્યો હતો
- બોડીમાં કીડા પડી ગયા હતાં જેના કારણે હાડકા સુદ્ધા ગળવા માડ્યા હતાં
- નાકનું હાડકું તૂટી ગયું હતું
- બંને આંખોમાં જખ્મ
- રેપની ખરાઈ માટે સ્લાઈડ ફોરેન્સિક લેબ મોકલવામાં આવી છે


કૂતરા પીંખી રહ્યાં હતા લાશને
જ્યારે બાળકીનો 24 કલાક સુધી પણ કોઈ પત્તો ન મળ્યો ત્યારે 31મી મેના રોજ સાંજે લગભગ 4 વાગે પોલીસે આઈપીસીના કમ 363 હેઠળ અપહરણનો કેસ દાખલ કર્યો. ત્યારબાદ 2 જૂનના રોજ સવારે લગભગ 7 વાગે આરોપી ઝાહિદના ઘરની સામે ખાલી પડેલા પ્લોટ પર જ્યાં લોકો કચરો ફેંકતા હતાં ત્યાંથી એક મહિલા સફાઈ કર્મચારી માયા ત્યાંથી કચરો ભેગો કરી રહી હતી. માયાએ જોયુ કે એક ડેડબોડીને 3 કૂતરાઓ પીંખી રહ્યાં હતાં. 


બાળકીના ઈનરથી પરિજનોએ ઓળખી
મહિલા કર્મચારીએ આ જોતા જ બૂમાબૂમ કરી મૂકી. લોકો ભેગા થઈ ગયાં. બાળકીના પરિજનો પણ ત્યાં આવી ગયાં. બાળકીના પરિજનોએ ઈનર જોઈને બાળકીને ઓળખી લીધી. ઝાહિદના ઘરની બહાર બાળકી મળતા જ પરિવારને ઝાહિદ પર શક ગઓ અને લોકો ભેગા થઈ જતા તે ત્યાંથી ભાગવાની કોશિશમાં હતો પરંતુ પરિવારજનોએ તેને પકડી લીધો અને પોલીસને જાણ કરી. 


ઘટનાસ્થળે જ આરોપીને દબોચાયો
પોલીસે ઝાહિદને ઘટનાસ્થળે જ પકડ્યો. ત્યારબાદ  પૂછપરછ પછી તેના મિત્ર અસલમને પણ પકડી લીધો. પોલીસે બંનેને 4 જૂનના રોજ પકડ્યા. આરોપી ઝાહિદે બતાવ્યું કે તેણે બાળકીને 30મી મેના રોજ કિડનેપ કર્યા બાદ અસલમના ઘરે લઈ ગયા અને ભૂસાવાળા રૂમમાં લઈ જઈને તેને મારી નાખી. ત્યારબાદ પહેલી મેના રોજ સાંજે બાળકીને ઝાહિદે અસલમના ઘરેથી લઈ લીધી અને સામેવાળા ખાલી ખંડર મકાનમાં નાખી દીધી. ત્યારપછી 2 મેના રોજ સવારે બાળકીનો મૃતદેહ મળી આવ્યો. 


પાંચ પોલીસકર્મીઓ સસ્પેન્ડ
આ સમગ્ર મામલે જો પોલીસે બેદરકારી ન વર્તી હોય તો બાળકીનો જીવ બચી શક્યો હોત. આ મામલે તૂલ પકડતા જ પોલીસ અધિકારીએ પાંચ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દીધા છે. પોલીસ અધિકારીએ મીડિયાને જણાવ્યું કે બાળકીનું ગળું દાબીને હત્યા કરાઈ અને કોઈ રેપ થયો નથી. પરંતુ પીએમ રિપોર્ટમાં લખ્યું છે કે બાળકીની સાથે ખુબ જ ખરાબ વર્તાવ કરાયો હતો. તેનો હાથ પણ કપાયેલો હતો. આરોપી ઝાહિદનો આમ તો કોઈ પ્રિવિયસ ક્રિમિનલ રેકોર્ડ નથી પરંતુ મોહમ્મદ અસલમ પર પહેલેથી બે કેસ દાખલ છે. બંને આરોપીના પરિજનો પણ હવે ફરાર છે જેમની શોધ ચાલી રહી છે.