મૃત નવજાતને દફનાવવા ખોદ્યો ખાડો તો અંદરથી જીવતી નવજાત બાળકી મળી!!!
બરેલીના સીબીગંજમાં રહેતા હિતેશકુમારની પત્ની વૈશાલી પોલીસ કોન્સ્ટેબલ છે. ગર્ભાવસ્થા દરમિયાન તેણે પ્રીમેચ્યોર બાળકીને જન્મ આપ્યો હતો. જન્મના થોડા સમયમાં જ બાળકીનું મોત થઈ ગયું. આથી પરિજનો મૃત નવજાતને દફનાવવા માટે સ્મશાન ઘાટ પહોંચ્યા હતા. અહીં તેમણે સ્મશાનમાં ખાડો ખોદ્યો ત્યારે તેમને ખાડામાં એક માટલીમાં જીવતી નવજાત બાળકી મળી હતી.
બરેલીઃ કેટલીક તમે કુદરત એવો ચમત્કાર કરતી હોય છે જે આપણી કલ્પનાની બહારની વાત હોય છે. બરેલીમાં કંઈક આવી જ ઘટના જોવા મળી છે. બરેલીમાં એક પિતા જ્યારે તેની મૃત જન્મેલી નવજાત બાળકીને દફનાવવા માટે સ્મશાને પહોંચ્યો અને ત્યાં ખાડો ખોદ્યો તો એ ખાડામાંથી તેને એક જીવતી નવજાત બાળકી મળી આવી હતી. આ જોઈને હાજર સૌના આશ્ચર્યનો પાર રહ્યો ન હતો.
બરેલીના સીબીગંજમાં રહેતા હિતેશકુમારની પત્ની વૈશાલી પોલીસ કોન્સ્ટેબલ છે. ગર્ભાવસ્થા દરમિયાન તેણે પ્રીમેચ્યોર બાળકીને જન્મ આપ્યો હતો. જન્મના થોડા સમયમાં જ બાળકીનું મોત થઈ ગયું. આથી પરિજનો મૃત નવજાતને દફનાવવા માટે સ્મશાન ઘાટ પહોંચ્યા હતા. અહીં તેમણે સ્મશાનમાં ખાડો ખોદ્યો ત્યારે તેમને ખાડામાં એક માટલીમાં જીવતી નવજાત બાળકી મળી હતી.
જાણો કોણ છે અભિજીત બેનરજી, જેમને મળ્યો છે અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર
બાળકીને રડતી જોઈને લોકોએ પોલીસને બોલાવી. પોલીસે આવીને તાત્કાલિક બાળકીને હોસ્પિટલમાં દાખલ કરાવી. હોસ્પિટલના સ્ટાફે બાળકીનું નામ સીતા રાખ્યું છે. હકીકતમાં, રામાયણની કથા અનુસાર, મિથિલાના રાજા જનકને ખેતરમાં હળ ચલાવતા સમયે માટલીમાંથી સીતા માતા મળ્યાં હતાં.
પોલીસે જણાવ્યું કે, આ બાળકીને જીવતી કોઈ ખાડામાં દફનાવી ગયું છે તે હજુ સુધી જાણવા મળ્યું નથી. પોલીસ આવું કૃત્ય કરનાર પરિવારને શધી રહી છે.
જુઓ LIVE TV...