ઉત્તરકાશીઃ ઉત્તરાખંડના ઉત્તરકાશીની ટનલમાં ફસાયેલા મજૂરોને બહાર કાઢવામાં મોટી સફળતા મળી છે. આખરે 17 દિવસ અને 400 કલાકો બાદ તમામ 41 મજૂરોને બહાર કાઢી લેવામાં આવ્યા છે. રેસ્ક્યૂ ટીમની અથાગ મહેનતના પરિણામે મજૂરો સહી સલામત બહાર આવી શક્યા છે. તંત્રએ પણ મજૂરોને બહાર કાઢવા માટે ખુબ મહેનત કરી હતી. જ્યારે મજૂરો બહાર આવ્યા ત્યારે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી અને કેન્દ્રીય મંત્રી વીકે સિંહે તેમની સાથે મુલાકાત પણ કરી હતી. 


મુખ્યમંત્રી ધામીએ રેસ્ક્યૂ ટીમની કરી પ્રશંસા
મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ બહાર આવેલા શ્રમિકો સાથે મુલાકાત કરી છે. કેન્દ્રીય મંત્રી વીકે સિંહ ત્યાં હાજર છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ શ્રમિકો અને રેસ્ક્યૂ ઓપરેશનમાં લાગેલા કર્મીઓના મનોબળ અને સાહસની પ્રશંસા કરી છે. બહાર આવેલા શ્રમિકોના પરિવારજનો પણ ટનલની બહાર હાજર છે. ટનલમાંથી બહાર આવેલા મજૂરોને મેડિકલ તપાસ માટે ટનલમાં બનેલા અસ્થાયી મેડિકલ કેમ્પમાં લઈ જવામાં આવી રહ્યાં છે. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube