જમ્મૂ-કાશ્મીરઃ કઠુઆ કાંડ પર જમ્મૂ-કાશ્મીરની રાજનીતિમાં ભૂકંપ આવી ગયો છે. ગેંગરેપ અને હત્યાના આરોપીઓના બચાવમાં રેલી યોજનારા ભાજપના બે મંત્રીઓએ રાજ્ય સરકારમાંથી રાજીનામું આપ્યા બાદ હવે મામલો વધુ પેચિદો બન્યો છે. ભાજપના સૂત્રો પ્રમાણે જમ્મૂ-કાશ્મીરની ગઠબંધન સરકારમાં સામેલ ભાજપના તમામ મંત્રીઓએ રાજીનામાંની ઓફર કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાણવા મળી રહ્યું છે કે, ભાજપના કોટાના તમામ મંત્રીઓએ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સામે પોતાના રાજીનામાંની રજૂઆત કરી છે. હવે અંતિમ નિર્ણય પાર્ટીના પ્રદેશ અધ્યક્ષે લેવાનો છે. 


જો આમ થયું તો આ જમ્મૂ-કાશ્મીર સરકાર માટે કોઈ ખતરો નથી. જણાવવામાં આવી રહ્યું છે કે પીડીપીની સાથી ભાજપના ગઠબંધન પર આ નિર્ણયની કોઈ અસર પડશે નહીં. આ માત્ર મંત્રીઓના રાજીનામાં સાથે જોડાયેલો મામલો છે. 


ભાજપના મંત્રીઓ
મહત્વનું છે કે 2015માં રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. જેમાં કોઈપણ પાર્ટીને સ્પષ્ટ બહુમત ન મળ્યો. ત્યારબાદ ભાજપે સૌથી મોટી પાર્ટીના રૂપમાં ઉભરી પીડીપી સાથે મળીને મુફ્તી મોહમ્મદ સઈદના નેતૃત્વમાં સરકાર બનાવી હતી. 


મુફ્તી સઈદની કેબિનેટમાં ભાજપ તરફથી કુલ 10 મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તેમાંથી ડેપ્યુટી સીએમનું પદ ડો. નિર્મલ સિંહને આપવામાં આવ્યું હતું. મુફ્તી સઈદના મોત બાદ તેની પુત્રી મહબૂબા મુફ્તી પ્રદેશની કમાન સંભાળી રહી છે. 


ગેંગરેપ અને હત્યારાના સમર્થન પર રાજીનામાં
હાલમાં જ્યારે કઠુઆની ઘટના સામે આવ્યા બાદ ભાજપના કોટાથી બે મંત્રીઓ લાલ સિંહ અને ચંદ્ર પ્રકાશ ગંગા પર આરોપીઓના સમર્થનમાં રેલી કાઢવાનો આરોપ લાગ્યો. ત્યારબાદ વિવાદ વકરતા બંન્ને મંત્રીઓએ રાજીનામું આપવું પડ્યું હતું.