મધ્યપ્રદેશના તમામ મંત્રીઓએ સીએમને રાજીનામાં આપ્યા, નવી કેબિનેટ બનાવશે કમલનાથ
મધ્ય પ્રદેશ કોંગ્રેસના 16 ધારાસભ્યોને ભારતીય જનતા પાર્ટી બેંગલુરૂના રિઝોર્ટમાં લઈ ગઈ છે તેવી માહિતી છે. માનવામાં આવી રહ્યું છે કે જ્યોતિરાદિત્ય સિંધિયા જૂથના આ ધારાસભ્યોને ભાજપ લઈ ગયું છે.
ભોપાલઃ રંગોના તહેવાર હોળીની વચ્ચે મધ્ય પ્રદેશમાં એકવાર ફરી રાજકીય સંકટ પેદા થઈ ગયું છે. વરિષ્ઠ કોંગ્રેસ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાના સમર્થક 16 કોંગ્રેસ ધારાસભ્યો બેંગલુરૂ પહોંચી ગયા છે. રિપોર્ટ પ્રમાણે જે 16 ધારાસભ્યો બેંગલુરૂ પહોંચ્યા છે તેમાં 6 મધ્ય પ્રદેશ સરકારમાં મંત્રી પણ છે.
Madhya Pradesh Live updates:
તમામ મંત્રીઓએ આપ્યા રાજીનામાં
મધ્ય પ્રદેશથી એક મોટા સમાચાર આ સમયે આવી રહ્યાં છે. રિપોર્ટ પ્રમાણે મધ્ય પ્રદેશના તમામ મંત્રીઓએ રાજીનામાં આવી દીધા છે, તમામ મંત્રીઓએ સીએમ કમલનાથને પોતાના રાજીનામાં આવ્યા છે. સીએમ કમલનાથને ફરીથી કેબિનેટની રચના કરવા અને જરૂરીયાત પ્રમાણે મંત્રીઓની પસંદગી કરવાની આઝાદી આપવામાં આવી છે. સીએમ કમલનાથ સાથે જોડાયેલા નજીકના સૂત્રોનું કહેવું છે કે બેંગલુરૂ ગયેલા પાર્ટીના ધારાસભ્યો પરત આવી જશે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube