લખનઉ: ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (AIMPLB) અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે પુર્નવિચાર અરજી દાખલ કરવાનો છે. (AIMPLB)એ રવિવારે પ્રેસ કોન્ફરન્સ કરીને આ અંગે જાણકારી આપી. AIMPLBએ કહ્યું કે જન્મસ્થળને ન્યાયિક વ્યક્તિ ગણી શકાય નહીં. સુપ્રીમ કોર્ટનું માનવું છે કે ત્યાં નમાજ પઢાતી હતી. ગુંબજ નીચે જન્મસ્થળનું પ્રમાણ નથી. સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યું છે કે મંદિર તોડીને મસ્જિદ બનાવવામાં આવી નથી. AIMPLBએ કહ્યું કે સુપ્રીમ કોર્ટનો ચુકાદો અને મુદ્દે સમજ બહાર છે. AIMPLBએ એમ પણ કહ્યું કે સુપ્રીમ કોર્ટના ચુકાદાને પડકારવામાં આવશે. AIMPLB પુર્નવિચાર અરજી દાખલ કરશે. 


ઝફરયાબ જીલાનીએ કહ્યું કે કોઈ બીજી જગ્યાએ મસ્જિદ માટે મંજૂર નથી. તેમણે કહ્યું કે કોર્ટ અને એએસઆઈ રિપોર્ટે માન્યું છે કે કોઈ મંદિરને તોડીને મસ્જિદ બનાવવામાં આવી નથી. ગુંબજ નીચે જન્મસ્થળનું પ્રમાણ મળ્યું નથી. કોર્ટનો ચુકાદો અનેક મુદ્દે સમજ બહાર છે. તેમણે કહ્યું કે સ્પષ્ટ ભૂલો દેખાતી હોવાના કારણે રિવ્યુ પીટિશન ફાઈલ કરવાનો નિર્ણય લેવાયો છે. તેમણે સવાલ ઉઠાવતા કહ્યું કે મૂર્તિ રાખવાની વાતને  ખોટી ગણવામાં આવી છે તો મૂર્તિઓને દેવતા કેવી રીતે માનવામાં આવ્યાં. તેમને જમીન કેવી રીતે આપી દેવાઈ. વક્ફ એક્ટ હેઠળ જમીનની અદલાબદલી થઈ શકે નહીં તો બીજી જમીન મસ્જિદ માટે કેવી રીતે આપી શકાય. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube