Monsoon Update: દિલ્હી સહિત નોર્થ ઈન્ડિયામાં ભારે વરસાદે કહેર મચાવ્યો છે. વરસાદના કારણે વિવિધ ઠેકાણે થયેલા અકસ્માતમાં 23  લોકોએ જીવ ગુમાવ્યા છે. ભારે વરસાદથી હિમાચલમાં 14 અને ઉત્તરાખંડમાં 9 લોકોના મોત થયા છે. દિલ્હી-NCR થી લઈને જમ્મુ કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડમાં પૂર આવી ગયું છે. શાળા અને કોલેજો બંધ છે. આ રાજ્યોમાં 10 જુલાઈએ શાળા બંધ રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

25 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
હવામાન ખાતાએ આજકાલમાં દેશના 25 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. દિલ્હીમાં વરસાદે 41 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. આ રાજ્યોમાંથી પસાર થતી કે રવાના થનારી અનેક ટ્રેનો કેન્સલ કરવી પડી છે. તથા અનેક ટ્રેનોના રૂટ ડાયવર્ટ કરવા પડ્યા છે. ગૃહમંત્રી અમિત શાહે પંજાબ અને હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સાથે વાત કરીને હાલાતની સમીક્ષા કરી. 


હવામાન ખાતાએ ઉત્તરાખંડમાં 11 અને 12 જુલાઈના રોજ ચમોલી, પૌડી ગઢવાલ, પિથોરાગઢ, બાગેશ્વર, અલ્મોડા, ચંપાવત, નૈનીતાલ, ઉધમસિંહ નગર માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. હિમાચલમાં રાજ્ય સરકારે તમામ શાળાઓ, કોલેજો અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓ 11 જુલાઈ સુધી બંધ રાખવાનો આદેશ કર્યો છે. પંજાબમાં પણ ભારે વરસાદના પગલે શાળા કોલેજો બંધ છે. હવામાન ખાતાએ કહ્યું કે દિલ્હી સહિત જમ્મુ, કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, યુપી, ગુજરાત અને રાજસ્થાનમાં પણ વરસાદ કહેર મચાવી શકે છે. 


ભારતમાં મોનસૂન અને ભારે વરસાદનું એલર્ટ
હવામાન ખાતા અને સ્કાઈમેટ વેધરના જણાવ્યાં મુજબ આજકાલમાં જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ઉત્તર પશ્ચિમ ઉત્તર પ્રદેશ, ગુજરાત, દક્ષિણ પૂર્વ રાજસ્થાન અને કોંકણ તથા ગોવાના કેટલાક ભાગોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. 


ગુજરાતમાં આજે પણ ભારે વરસાદની આગાહી, વરસાદની આ અનિયમિત-અનરાધાર પેટર્ન શું સૂચવે છે?


દિલ્હીમાં ગુજરાતના આ કાયદાને લાગૂ કરવાની થઈ રહી છે તૈયારીઓ, પોલીસને મળશે વધુ તાકાત


મોટી હસ્તીઓને પણ કેમ નથી મળતું આ સોનેરી કાર્ડ? જાણો શું છે આ Golden Visa


22 લોકોના જીવ ગયા
દિલ્હી સહિત પંજાબ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, અને જમ્મુ કાશ્મીરમાં સતત વરસાદ ચાલુ છે. યુપી, ઉત્તરાખંડ, અને નોર્થ ઈન્ડિયામાં પૂર અને લેન્ડસ્લાઈડના કારણે 22 લોકોના જીવ ગયા હોવાના રિપોર્ટ્સ છે. હવામાન ખાતાના જણાવ્યાં મુજબ જુલાઈના 9  દિવસની અંદર દેશનો કુલ વરસાદ  અત્યાર સુધીના સામાન્ય વરસાદનો આંકડો પાર કરી ચૂક્યો છે. 9 જુલાઈ સુધી સામાન્ય વરસાદ 239 મિમી હતો જે હવે 243 મિમીના રેકોર્ડને પાર કરી ચૂક્યો છે. એકલા દિલ્હીમાં તે 49 મિમીથી વધુ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube