Weather Forecast: મોનસૂન ધીમે ધીમે પોતાના રંગમાં આવી ગયું છે. દેશના વિભિન્ન ભાગમાં મોનસૂનમાં જોરદાર વરસાદ ખાબકી રહ્યો છે. ઘણી જગ્યાએ ભારે વરસાદના લીધે પૂરની સ્થિતિ પણ છે. તેમછતાં પણ લોકો ગરમીથી રાહત મેળતાં અને પાકની વાવણી માટે પાણી વ્યવસ્થા થતાં ખુશ છે. હવામાન વિભાગે આજ માટે પણ એલર્ટ જાહેર કર્યું છે. આવો જાણીએ આજનું હવામાન કેવું રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉત્તરી ભારતમાં આગામી 3-4 દિવસ સુધી જોરદાર વરસાદ
હવામાન વિભાગના અનુસાર હિમાચલ પ્રદેશમાં આજથી 25 જુલાઇ સુધી, જમ્મુ કાશ્મીરમાં 26 જુલાઇ સુધી અને પંજાબમાં આજ અને કાલે ભારે વરસાદની સંભાવના છે. ઉત્તરાખંડમાં પણ વિજળી ચમકવા સાથે આજે અને કાલે ભારે વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. રાજસ્થાનમાં 26 જુલાઇ સુધી અને હરિયાણામાં 22 જુલાઇ સુધી વરસાદનું અનુમાન લગાવવામાં આવ્યું છે. 

તંત્રએ તો તૈયારી કરી લીધી છે, હવે તમે કરી લેજો...ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર


હવામાન વિભાગના અનુસાર આગામી 3-4 દિવસ સુધી દેશના ઉત્તર પૂર્વી અને ઉત્તર પશ્વિમી ભાગમાં વરસાદ પડવાની સંભાવના છે. જ્યારે ગુજરાતમાં ફરી જોરદાર વરસાદ અને પૂરની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ સમયગાળામાં ચંદીગઢ, હિમાચલ પ્રદેશ, પંજાબ, દિલ્હી, જમ્મૂ કાશ્મીર અને ઉત્તરાખંડમાં ભારે વરસાદની સંભાવના છે. 


દિલ્હી-એનસીઆરમાં આજે વાદળ છવાયેલા રહેશે
જો દિલ્હી એનસીઆરના હવામાનની વાત કરીએ તો આજે વાદળ છવાયેલા રહેશે. હવામાન વિભાગના અનુસાર આજે દિવસે અટકી અટકીને હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. વરસાદની સાથે ભારે પવન પણ ફૂંકાશે. જેથી ઝાડ અને થાંભલા પડી શકે છે. જોકે તેનાથી હવામાનનો પારો ગગડી શકે છે. વાદળ રહેવાથી આજે સૂર્ય દેવ વધુ સમય સુધી દેખાશે નહી. 

માઇલેજનો માઇબાપ છે આ સસ્તી CNG Car, Wagon R, Alto, S-Presso પણ લાગશે મોંઘી


આ રાજ્યોમાં પણ ભારે વરસાદનું પૂર્વાનુમાન
દક્ષિણ ભારતમાં પણ આજે જોરદાર વરસાદ પડશે. તમિલનાડુ, કેરલ, કર્ણાટક અને તેલંગાણાના ઘણા ભાગમાં આજે ભારે વરસાદ ખાબકી શકે છે. બિહાર, ઓડિશા, ઝારખંડ, પશ્વિમ બંગાળ અને સિક્કિમમાં થોડા દિવસ જોરદાર વરસાદ પડશે. મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં આગામી 5 દિવસ સુધી મધ્યમથી ભારે વરસાદ પડવાનું અનુમાન છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube