ઉત્તર ભારતમાં કેમ જોવા મળી રહ્યું છે મેઘતાંડવ? જાણો કોણે આગમાં ઘી હોમવાનું કામ કર્યું, 5 કારણો ખાસ જાણો
All India Weather Update: ઉત્તર પશ્ચિમ ક્ષેત્રમાં ભારે વરસાદના કારણે તબાહી મચી છે જેની પાછળ વૈજ્ઞાનિકો જળવાયુ પરિવર્તનને જવાબદાર માને છે. તેમનું માનવું છે કે આ વર્ષથી શરૂ થઈ રહેલી ચરમ મૌસમી ઘટનાઓમાં વધારો જોવા મળ્યો છે.
ઉત્તર પશ્ચિમ ક્ષેત્રમાં ભારે વરસાદના કારણે તબાહી મચી છે જેની પાછળ વૈજ્ઞાનિકો જળવાયુ પરિવર્તનને જવાબદાર માને છે. તેમનું માનવું છે કે આ વર્ષથી શરૂ થઈ રહેલી ચરમ મૌસમી ઘટનાઓમાં વધારો જોવા મળ્યો છે. સ્કાઈમેટ વેધરમાં હવામાન વિજ્ઞાન અને જળવાયુ પરિવર્તન વિભાગના ઉપાધ્યક્ષ મહેશ પલાવતે કહ્યું કે વધુ પડતા વરસાદનો જે દૌર ચાલુ છે તે ત્રણ હવામાન સિસ્ટમનું એક સાથે હોવાનું પરિણામ છે.
તેમણે જણાવ્યું કે જમીન અને સમુદ્ર બંનેના તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે. જેનાથી હવામાં લાંબા સમય સુધી ભેજ રાખવાની ક્ષમતા વધી ગઈ છે. આ પ્રકારે ભારતમાં વધતી ચરમ હવામાન ઘટનાઓમાં જળવાયુ પરિવર્તનની ભૂમિકા પસાર થતા સમય સાથે મજબૂત થઈ રહી છે. આ વર્ષની શરૂઆત જો ઠંડીની જગ્યાએ વધુ ગરમીથી થઈ, તો ફેબ્રુઆરીમાં તાપમાને 123 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો. આગળ પૂર્વ અને મધ્ય ભારતમાં એપ્રિલઅને જૂનમાં ગરમીની સંભાવના જળવાયુ પરિવર્તનના કારણે 30 ગણી વધી ગઈ હતી. તે દરમિયાન ચક્રવાત બિપરજોય અરબ સાગરમાં 13 દિવસ સુધી સક્રિય રહ્યું અને લગભગ બે અઠવાડિયાની આ સક્રિયતાના કારણે 1977 બાદ સૌથી લાંબા સમયનું ચક્રવાત બની ગયું.
2023નું વર્ષ અનોખું
આઈઆઈટી બોમ્બેમાં પૃથ્વી પ્રણાલી વૈજ્ઞાનિક અને વિઝિટિંગ પ્રોફેસર ડો.રઘુ મુર્તુગુડ્ડે જણાવે છે કે આમ તો પહેલા પણ ચરમ મૌસમની ઘટનાઓ થઈ છે. પરંતુ 2023 એક અનોખુ વર્ષ રહ્યું છે. આ ઘટનાઓમાં ગ્લોબલ વોર્મિંગ મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે પરંતુ કેટલાક ખાસ કારણો પણ છે.
1. સૌથી પહેલું કારણ એ છે કે અલ નીનોએ આકાર લીધો છે અને તે વૈશ્વિક તાપમાનને વધારી રહ્યું છે.
2. બીજુ કારણ છે જંગલની આગ, જે આ વખતે ત્રણ ગણા મોટા ક્ષેત્રોમાં લાગી છે. તેનો અર્થ એ થયો કે વાયુમંડળમાં પણ જંગલની આગથી ત્રણ ગણું કાર્બન ઉત્સર્જિત થઈ રહ્યું છે અને જમા થઈ રહ્યું છે.
3. ત્રીજુ કારણ એ છે કે ઉત્તરી એટલાન્ટિક મહાસાગરનું ગરમ અવસ્થામાં હોવું.
4. ચોથું કારણ છે જાન્યુઆરી બાદથી અરબ સાગર અસાધારણ રીતે ગરમ થયો છે જેનાથી ઉત્તર, ઉત્તર પશ્ચિમ ભારતમાં ભેજ વધ્યો છે.
5. પાંચમુ કારણ છે ઉપરી વાયુમંડળમાં હવાનું બદલાયેલું સર્ક્યુલેશન, જેના કારણે ધરતીના સપાટીની બરાબર ઉપરના સર્ક્યુલેશન પર અસર પડી રહી છે. જેના પગલે ઉત્તર અને મધ્ય ભારતમાં ભારે વરસાદ પડી રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube