દિલ્હી એનસીઆર સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ચોમાસું ફરીથી એક્ટિવ થઈ ગયું છે. જેના  કારણે દેશના મોટાભાગના રાજ્યોમાં ફરીથી વરસાદનો દોર પણ શરૂ થયો છે. વરસાદના કારણે દિલ્હીના લોકોને ગરમીથી રાહત મળી છે. કેટલાક રાજ્યોમાં વરસાદના કારણે હાલ બેહાલ છે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે લેન્ડસ્લાઈડનું જોખમ યથાવત છે. આ બધા વચ્ચે હવામાન વિભાગે દેશના અનેક રાજ્યોમાં વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યું છે. જાણો દેશમાં કેવું રહેશે આજે હવામાન. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ રાજ્યોમાં વરસાદની શક્યતા
હવામાન વિભાગે આજે 13 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર  કર્યું છે. આગાહી મુજબ આજે મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્હી, રાજસ્થાન, યુપી, ગુજરાત, ગોવા, મહારાષ્ટ્ર, તેલંગણા, કર્ણાટક, અસમ, હરિયાણા સહિત 13 રાજ્યોમાં ભારે વરસાદ વરસી શકે છે. 



એમ પી યુપીમાં ચાલુ રહેશે વરસાદનો દોર
મધ્ય પ્રદેશમાં વરસાદનો દોર ચાલુ છે. હવામાન વિભાગે આગામી 3-4 દિવસમાં ભારે વરસાદની શક્યતા જતાવી છે. મંગળવારે પણ ભોપાલ સહિત અનેક જિલ્લાઓમાં વરસાદ પડ્યો. 6થી વધુ  બંધના ગેટ  ખોલાયા છે. નર્મદાનું જળસ્તર વધ્યું છે. યુપીમાં આગામી 3 દિવસ સુધી ભારે વરસાદનું એલર્ટ અપાયું છે. યુપીના ઝાંસી, લલિતપુર, અને મહોબામાં વીજળી પડવાથી મંગળવારે 3 ખેડૂતોએ જીવ પણ ગુમાવ્યા. 


ઓડિશામાં 2 હજાર લોકોનું રેસ્ક્યુ
બીજી બાજુ ઓડિશામાં મંગળવારે અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો. એનડીઆરએફની ટીમોએ 2 હજારથી વધુ લોકોનું રેસ્ક્યુ કર્યું છે. ઓડિશાના મલકાનગિરી, ગંજામ, અને કોરાપુટ જિલ્લાઓમાં અનેક રસ્તાઓ ધોવાઈ ગયા. રાજસ્થાનમાં પણ ભારે વરસાદના કારણે હાલત ખરાબ છે. આગામી કેટલાક દિવસસુધી રાહતની આશા ઓછી છે. હવામાન વિભાગે 4-5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. બંગાળની ખાડીમાં બનેલા ઓછા દબાણના ક્ષેત્રના કારણે અનેક જિલ્લાઓમાં વરસાદ પડવાની શક્યતા છે. 



ગુજરાત માટે વરસાદની આગાહી
આગામી 2 દિવસ રાજ્યમાં  અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમા અતિભરે વરસાદની આગાહી કરાઈ છે. અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી ભારે વરસાદની આગાહી. ઓફ શૉર ટ્રફ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ડિપ્રેશનના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે.