નવી દિલ્હી : કર્ણાટકમાં સરકારની રચના તો થઇ ચુકી છે પરંતુ હવે કોંગ્રેસી નેતાઓની રાજકીય ભુખ અચાનક ઉઘડી છે. જેનાં કારણે સમગ્ર કર્ણાટકનું રાજકારણ હાલમ ડોલમ થઇ ઉઠ્યું છે. કર્ણાટકનાં સ્થાનિક નેતાઓના દિલ્હીની યાત્રા  વધી ગઇ છે. જો કે રાજ્યસરકારમાં હજી કોંગ્રેસના કોટાની 6 સીટો ખાલી છે, પરંતુ આ છ સીટો માટે ઘણા મુરતીયાઓ થનગની રહ્યા છે. કોંગ્રેસનાં કેટલાક અસંતુષ્ઠ ધારાસભ્યો શનિવારે દિલ્હીમા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. આ બીજા નેતાઓ પણ દિલ્હી પરિક્રમાની તૈયારીમાં લાગેલા છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રૂઠેલાઓને મનાવવા માટે રાજ્ય સ્તર પર પણ પ્રયાસો ચાલી રહ્યા છે. જો કે પાર્ટીમાં હોબાળો અટકવાનું નામ નથી લઇ રહ્યો. કર્ણાટક મંત્રીમંડળમાં સ્થાન મેળવવા માટે રોશન બેગ, એનએ હારિસ, રામલિંગા રેડ્ડી અને એચ કે પાટિલ પણ નાખુશ છે. પાટિલ અને જારકીહોલી મંત્રી પદ નહી મળવાનાં કારણે નારાજ છે. જો કે આ નેતાઓને મનાવવા માટેની જવાબદારી કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલ અને ગુલામ નબી આઝાદને સોંપવામાં આવી છે. 



કર્ણાટકનાં ઉપમુખ્યમંત્રી જી.પરમેશ્વરે કહ્યું કે, નેતાઓની સાથે બેઠક અને તમામ મુદ્દાઓ પર ચર્ચા કરી. ઉપરાંત કેબિનેટ વિસ્તરણ બાદ નેતાઓમાં નારાજગી મુદ્દે પણ ચર્ચા કરી. તેમણે કહ્યું કે, નેતાઓની નારાજગી ટુંકમાં જ દુર થશે. બીજી તરફ અસંતુષ્ઠ ધારાસભ્ય પાટિલે શનિવારે અન્ય નેતાઓ સાથે રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. ત્યાર બાદ તેમણે રાહુલ આગળ તમામ વાતો કરી હતી. તેમણે મીડિયાને જણાવ્યું કે, રાહુલે અમારી ખુબ જ ધ્યાનથી સાંભળી અને અમારી નિખાલસ ચર્ચા અંગે પ્રસન્નતા પણ વ્યક્ત કરી. જે પ્રકારે મીડિયામાં ચલાવાઇ રહ્યું છે કે અમે નેતાપદ માટે મળવા માટે આવ્યા તે વાત ખોટી છે.