કોરોનાના સંકટમાં પરિવારના તમામ સભ્યોએ કરી આત્મહત્યા, જાણો સુસાઇડનું આ છે કારણ
કોરોનાના કારણે લોકોનું જીવન સંકટમાં છે. હવે તેના કારણે લોકોની વચ્ચે નોકરી ગુમાવવાનો પણ ભય ઘેરી રહ્યો છે. કર્ણાટકના ધારવાડ જિલ્લામાં શનિવારે કંઇક એવી ઘટના બની કે જે વાતની પુષ્ટી કરે છે કે, વર્તમાન સમયમાં લોકોની વચ્ચે બેરોજગારીનો ભય વધી રહ્યો છે. કર્ણાટકના ધારવાડ જિલ્લામાં એક પરિવારના તમામ ત્રણેય સભ્યોએ આત્મહત્યા કરી લીધી છે.
કર્ણાટક: કોરોનાના કારણે લોકોનું જીવન સંકટમાં છે. હવે તેના કારણે લોકોની વચ્ચે નોકરી ગુમાવવાનો પણ ભય ઘેરી રહ્યો છે. કર્ણાટકના ધારવાડ જિલ્લામાં શનિવારે કંઇક એવી ઘટના બની કે જે વાતની પુષ્ટી કરે છે કે, વર્તમાન સમયમાં લોકોની વચ્ચે બેરોજગારીનો ભય વધી રહ્યો છે. કર્ણાટકના ધારવાડ જિલ્લામાં એક પરિવારના તમામ ત્રણેય સભ્યોએ આત્મહત્યા કરી લીધી છે.
કર્ણાટ પોલીસે આ વિશે જાણકારી આપતા જણાવ્યું હતું કે, કોરોના સંકટ દરમિયાન તેમને નોકરી જવાનો ભય હતો, આ કારણથી તેમણે આત્મહત્યા કરી લીધી. મૃતક દંપતિ અને બાળકીની ઓળખ હજી થઈ નથી.
આ પણ વાંચો:- LAC પર પણ વિજય દિવસ: લદાખમાં 3 જગ્યા પરથી સંપૂર્ણપણે દૂર થયું ચીન
પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના શનિવારની છે. ધારવાડમાં સુબર્બન પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે, મૃતકના શરીર પાસેથી એખ સુસાઇટ નોટ મળી આવી છે. કથિત રીતથી તેમણે કોરોના મહામારીના કારણે પોતાની નોકરી ગુમાવવાનો ભય હતો. આ કારણથી સમગ્ર પરિવારની સાથે શખ્સે આત્મહત્યા કરી લીધી છે. હાલ તો પોલીસે સંબંધિત સેક્શનમાં કેસ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો:- રાજસ્થાનમાં રાજકીય ઉથલપાથલ, ખુબ મનોમંથન બાદ CM ગેહલોતે લીધો મોટો નિર્ણય
છેલ્લા કેટલાક દિવસમાં દેશની અંદર કોરોના કેસમાં ઘણો વધારો થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશણાં કોરોનાના 48 હજારથી વધુ કેસ સામે આવ્યા છે. જ્યારે 705 લોકોના મોત થયા છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ કેસ 13,58,522 થયા છે. જ્યારે મૃતકોની કુલ સંખ્યા વધીને 32,061 થઇ ગઇ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube