નવી દિલ્હીઃ TMC in All Party Meet: સંસદનું શિયાળુ સત્ર (Winter Session) સોમવારથી શરૂ થતાં પહેલા બોલાવવામાં આવેલી સર્વદળીય બેઠક પૂર્ણ થઈ ગઈ છે. પીએમ મોદી સર્વદળીય બેઠકમાં હાજરી આપવા પહોંચ્યા નહીં. સંસદ સત્રના એક દિવસ પહેલા સરકાર તરફથી બોલાવવામાં આવેલી આ બેઠકમાં કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે, અધીર રંજન ચૌધરી, આનંદ શર્મા, તૃણમૂલ કોંગ્રેસના સુદીપ બેનર્જી, ડેરેક ઓબ્રાયન, ડીએમકીના ટીઆર બાલૂ, ટી શિવા અને એનસીપી નેતા શરદ પવાર સામેલ થયા હતા. આ દરમિયાન ટીએમસી તરફથી સરકાર સમક્ષ 10 મુદ્દા ઉઠાવવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટીએમસી તરફથી જે મુદ્દા ઉઠાવવામાં આવ્યા છે તે છે- બેરોજગારી, ઈંધણ અને જરૂરી વસ્તુની વધતી કિંમતો, એમએસપીને કાયદામાં સામેલ કરવી, રાજ્યોને નબળા પાડવા, બીએસએફનું અધિકાર ક્ષેત્ર, પેગાસસનો મુદ્દો, કોરોનાની સ્થિતિ, મહિલા અનામત બિલ અને ડૂ નોટ બુલડોઝ બિલ્સ (સ્ક્રૂટનાઇઝ બિલ્સ). 


કોરોનાના નવા વેરિએન્ટ Omicron થી હડકંપ, સ્વાસ્થ્ય મંત્રાલયે બધા રાજ્યોને લખ્યો પત્ર  


સંસદનું શિયાળુ સત્ર ખુબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, કારણ કે સરકાર ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદાને પરત લેવા માટે એક બિલ રજૂ કરશે. આ બિલ પર પક્ષ અને વિપક્ષમાં જોરદાર તકરાર જોવા મળી શકે છે. વિપક્ષ જ્યાં આ કાયદાને પરત લેવાના મામલામાં સરકારને ઘેરવાના પ્રયાસમાં છે તો સરકારનો પ્રયાસ રહેશે કે વિપક્ષ તરફથી ઉઠાવવામાં આવેલા મુદ્દાનો સંતુલિત જવાબ આપવામાં આવે. 


સંસદના આ સત્રમાં વિપક્ષ પેગાસસ સ્પાઈવેયરથી ફોન ટેપિંગના મુદ્દાને પણ ઉઠાવી શકે છે. રાજ્યસભાના સભાપતિ એમ વેંકૈયા નાયડૂએ રવિવારે સાંજે સંસદના ઉપલા ગૃહના રાજકીય દળોના નેતાઓની બેઠક બોલાવી છે. માનવામાં આવી રહ્યું છે કે આ સત્ર ખુબ હંગામેદાર રહી શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube