નવી દિલ્હી: સોમવારથી સંસદનું શિયાળુ સત્ર(Parliament Winter Session 2019) શરૂ થઈ રહ્યું છે. સંસદના શિયાળુ સત્ર અગાઉ આજે પાર્લિયામેન્ટની લાઈબ્રેરી બિલ્ડિંગમાં સર્વપક્ષીય બેઠક યોજાઈ. જેમાં તમામ પક્ષોના પ્રતિનિધિઓએ સત્ર દરમિયાન ઉઠાવવામાં આવનારા મહત્વના મુદ્દાઓ પર પોતાનો મત રજુ કર્યો. સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશી દ્વારા બોલાવવામાં આવેલી આ બેઠકમાં પીએમ નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ, સંસદીય કાર્યરાજ્યમંત્રી અર્જૂન રામ મેઘવાલ સહિત અનેક પક્ષોના નેતાઓ હાજર રહ્યાં. આ બેઠકમાં કોંગ્રેસમાંથી ગુલામનબી આઝાદ, અને અધીરરંજન ચૌધરી, ટીએમસીમાંથી ડેરેક ઓ બ્રાયન, અને સુદીપ બંદોપાધ્યાય, બીએસપીમાંથી સતીષચંદ્ર મિશ્રા, એલજેપીમાંથી ચિરાગ પાસવાન, આપ સાંસદ સંજય સિંહ પણ હાજર રહ્યાં હતાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાળાસાહેબની સ્મૃતિ સભામાં આવેલા ફડણવીસ સામે શિવસૈનિકોનું અણછાજતું વર્તન, જુઓ VIDEO


આ દરમિયાન મોટા ભાગના વિપક્ષી દળોએ જમ્મુ અને કાશ્મીર(Kashmir) નેશનલ કોન્ફરન્સના નેતા અને જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ ફારુક અબ્દુલ્લા(Farooq Abdullah) અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદમ્બરના સંસદ સત્રમાં બોલાવવાની માંગણી કરી. કોંગ્રેસ નેતા ગુલામનબી આઝાદે ફારુક અબ્દુલ્લા અને પી ચિદમ્બરમને સંસદ સત્રને એટેન્ડ કરવા દેવાની માગ રજુ કરી. જેના પર સંસદીય કાર્યમંત્રીએ કહ્યું કે ફારુક અબ્દુલ્લા પર કોર્ટ નિર્ણય લેશે, સરકાર નહીં. 


ગુલાબ નબી આઝાદે કહ્યું કે અમે ત્રીજો મુદ્દો એ રજુ કર્યો છે કે ફારુક અબ્દુલ્લા સાહેબને સાડા 3 મહિનાથી કેમ કેદ રાખ્યા છે? અમે માગણી કરી છે કે આ સત્રમાં ફારુક અબ્દુલ્લા સાહેબને સદનમાં આવવાની મંજૂરી આપવામાં આવે. અમે પી ચિદમ્બરમને પણ સંસદનું સત્ર એટેન્ડ કરવા દેવાની માગણી કરી છે. કારણ કે આવું પહેલા પણ થતું રહ્યું છે. કોંગ્રેસના નેતાએ કહ્યું કે અમે  બેઠકમાં કહ્યું કે જે વાતો મીટિંગમાં થાય છે તેના પર સદનમાં ચર્ચા થતી નથી. દર વખતે વડાપ્રધાન દ્વારા એ આશ્વાસન આપવામાં આવે છે. બેરોજગારીનો મુદ્દો હોય કે ખેડૂતોનો, મોંઘવારીનો કે પછી કાશ્મીરનો મુદ્દો હોય. અમે આ મુદ્દાઓ પર ચર્ચા ઈચ્છીએ છીએ. બિલ અમે જરૂર પાસ કરીશું પરંતુ અમારી વાતો પણ સાંભળવામાં આવે.  કોઈ પણ  બિલ ઉતાવળમાં પાસ ન કરાવવામાં આવે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube