નવી દિલ્હીઃ સંસદનું ચોમાસુ સત્ર શરૂ થવાના એક દિવસ પહેલા રવિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સર્વદળીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. સંસદીય કાર્ય મંત્રી પ્રહ્લાદ જોશીએ કહ્યુ કે, બેઠકમાં 33 દળોના 40થી વધુ નેતાઓએ ભાગ લીધો છે. ANI ના રિપોર્ટ અનુસાર બેઠકને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યુ કે, વિપક્ષના લોકો સહિત બધા પ્રતિનિધિઓનું સૂચન ખુબ મૂલ્યવાન છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રધાનમંત્રીએ આગળ કહ્યુ કે, સંસદમાં સ્વસ્થ અને સાર્થક ચર્ચા થવી જોઈએ. સરકાર સંસદીય નિયમો અને પ્રક્રિયાઓ અનુસાર કોઈપણ વિષય પર ચર્ચા કરવા માટે તૈયાર છે. 


આ પણ વાંચોઃ RSS બેઠકમાં તૈયાર થશે યૂપી ભાજપનો રોડમેપ! આ મુદ્દાઓ પર લડવામાં આવશે ચૂંટણી


બેઠકમાં પીએમ મોદી અને જોશી સિવાય રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને કેન્દ્રીય મંત્રી અને રાજ્યસભામાં ગૃહ નેતા પીયુષ ગોયલ હાજર હતા. બેઠકમાં રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરી હાજર રહ્યા હતા. ટીએમસીના ડેરેક ઓ બ્રાયન, ડીએમકે કે તિરૂચિ શિવા, સમાજવાદી પાર્ટીના નેતા રામ ગોપાલ યાદવ અને બસપાના સતીષ મિશ્રા સહિત બધા મુખ્ય વિપક્ષી દળોના નેતા હાજર રહ્યા હતા. અપના દળ નેતા અને એનડીએ સહયોગી અનુપ્રિયા પટેલ અને લોજપા નેતા પશુપતિ પારસ પણ સામેલ થયા હતા. 


બસપા અધ્યક્ષ માયાવતીએ કહ્યુ કે, વિપક્ષી દળોએ એક સાથે આવવું જોઈએ અને કેન્દ્ર સરકારને જવાબદાર ઠેરવવી જોઈએ. તેમણે કહ્યું- ત્રણેય કૃષિ કાયદાના વિરોધ કરી રહેલા કિસાનો પ્રત્યે સરકારની ઉદાસીનતા ખુબ દુખદ છે. માયાવતીએ કહ્યું કે બસપા સાંસદ ઈંધણ અને રસોઈ ગેસની કિંમતો, મોંઘવારી અને કોવિડ-19 રસીકરણથી સંબંધિત મામલા સંસદમાં ઉઠાવશે. તેમણે કહ્યું- મેં અમારી પાર્ટીના સાંસદોને સંસદના ચોમાસુ સત્રમાં દેશ અને લોકોના લાભ સાથે જોડાયેલા મામલાને ઉઠાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. 



લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube