નવી દિલ્હી: અફઘાનિસ્તાન (Afghanistan) પર તાલિબાનના કબજા બાદ સતત ત્યાંની સ્થિતિ ખરાબ થઈ રહી છે. કેન્દ્ર સરકારે અફઘાનિસ્તાનના બદલાતા હાલાતને લઈને ગુરુવારે એટલે કે આજે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. માનવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં તમામ પક્ષોને અફઘાનિસ્તાનની તાજા સ્થિતિ અંગે માહિતગાર કરાશે. અફઘાનિસ્તાનને લઈને ભારતની આગળની રણનીતિ અંગે ચર્ચા થશે. આ અગાઉ સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ સોમવારે કહ્યું હતું કે વિદેશમંત્રી એસ જયશંકર, રાજનીતિક પક્ષોના સંસદીય દળોના નેતાઓને અફઘાનિસ્તાનની હાલની સ્થિતિથી માહિતગાર કરાવવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જોશીએ પોતાના ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કરતા લખ્યું હતું કે રાજનીતિક પક્ષોના સંસદીય દળોના નેતાઓને વિદેશમંત્રી ડો.એસ જયશંકર દ્વારા અફઘાનિસ્તાનની વર્તમાન સ્થિતિ અંગે 26 ઓગસ્ટ સવારે 11 વાગે સંસદ ભવન એનેક્સીના મેઈન કમિટી રૂમમાં થશે. સંસદ ભવન ખાતે જાણકારી આપવામાં આવશે. ઈમેઈલ દ્વારા આમંત્રણ મોકલાઈ રહ્યા છે. તમામ સંબધિત લોકોને ભાગ લેવાની અપીલ કરવામાં આવે છે. 


પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે તેમની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસના પ્રતિનિધિ આ બેઠકમાં સામેલ થશે. તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ મમતા બેનર્જીએ કોલકાતામાં રાજ્ય સચિવાલયમાં પત્રકારોને કહ્યું કે અમે નિશ્ચિતપણે અફઘાનિસ્તાન સંબંધિત ગુરુવારે થનારી સર્વપક્ષીય બેઠકમાં સામેલ થઈશું. 


Kerala Covid News: કેરળમાં કોરોનાનો હાહાકાર, 31 હજારથી વધુ નવા કેસ નોંધાતા પ્રશાસનના હોશ ઉડ્યા


આ અગાઉ વિદેશમંત્રી એસ જયશંકરે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિદેશ મંત્રાલયને વિભિન્ન રાજકીય પક્ષોના નેતાઓને જાણકારી આપવાનો નિર્દેશ આપ્યો છે. જયશંકરે ટ્વીટ કરીને કહ્યું હતું કે 'અફઘાનિસ્તાનનો ઘટનાક્રમ જોતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિદેશ મંત્રાલયને કહ્યું છે કે તેઓ વિભિન્ન પાર્ટીઓના સંસદીય દળોના નેતાઓને આ અંગે જાણકારી આપે. સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશી આગળની જાણકારી આપશે.' આ બેઠકમાં વિદેશમંત્રી અફઘાનિસ્તાનના હાલાત પર એક પ્રેઝન્ટેશન આપશે. આ પ્રેઝન્ટેશન બાદ સવાલ જવાબ પણ થશે.


Corona: કાબુલથી ભારત પરત આવેલા 78 લોકોમાંથી 16 કોરોના પોઝિટિવ, ક્વોરન્ટાઈન કરાયા


800થી વધુ લોકો અફઘાનિસ્તાનથી આવ્યા
અત્યાર સુધીમાં અફઘાનિસ્તાનથી બહાર  કાઢવામાં આવેલા લોકોની સંખ્યા 800થી વધુ થઈ ગઈ છે. કાબુલ પર તાલિબાનના કબજાના એક દિવસ બાદ 16 ઓગસ્ટથી લોકોને બહાર કાઢવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી. ભારતે પોતાના આ અભિયાનનું નામ ઓપરેશન 'દેવી શક્તિ' રાખ્યું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube