પટનાઃ પટનાના લોકનાયક જયપ્રકાશ નારાયણ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર બોમ્બની સૂચનાથી યાત્રીકોમાં હડકંપ મચી ગયો. ઈન્ડિગોની ફ્લાઇટ સંખ્યા 6 e 2126 માં બોમ્બની સૂચના હોવા પર તમામ યાત્રીકોને ઉતારી દેવામાં આવ્યા. બધા યાત્રીકોના સામાનની તપાસ કર્યા બાદ તેમાં કંઈ મળ્યું નહીં. ફ્લાઇટની તપાસ કરવામાં આવી પરંતુ ન કોઈ બોમ્બ મળ્યો અને ન કોઈ વિસ્ફોટક.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સીઆઈએસએફના અધિકારીઓ અનુસાર રાત્રે 9 કલાકે ઈન્ડિગોની ફ્લાઇટમાં બોમ્બ હોવા સંબંધી કોલ આવ્યો હતો. ફોન કરનારનો ઇરાદો ફ્લાઇટને લેટ કરાવવાનો અથવા તોફાનભર્યું પગલું હોઈ શકે છે. તો સુરક્ષા માટે વિમાનની બીજીવાર તપાસ કરવામાં આવી રહી છે. આ દરમિયાન તમામ યાત્રીકો ભયભીત જોવા મળ્યો હતો. એરપોર્ટ પોલીસ સ્ટેશનની પોલીસ પણ આ મામલાની તપાસમાં લાગી છે. હાલ એરપોર્ટ તંત્રના અધિકારીઓ કોઈ માહિતી આપી રહ્યાં નથી. તો ઈન્ડિગોએ પણ હજુ સુધી કોઈ માહિતી આપી નથી. 


રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દ્રૌપદી મુર્મૂની શાનદાર જીત, મળ્યા 64% મત, સિન્હાને 36%

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube