Rajasthan: ગેહલોત સરકારના તમામ મંત્રીઓએ આપ્યા રાજીનામા, આવતીકાલે યોજાશે શપથગ્રહણ સમારોહ
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે આજે સાંજે પાંચ વાગે મુખ્યમંત્રીના નિવાસ પર કેબિનેટની બેઠક બોલાવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં તમામ મંત્રીઓ પાસેથી રાજીનામા લેવામાં આવ્યા છે. આ પહેલાં અશોક ગેહલોત ત્રણ મંત્રીઓના રાજીનામાનો સ્વિકાર કર્યો હતો.
Rajasthan Cabinet News: ગત થોડા દિવસોથી રાજસ્થાન કોંગ્રેસમાં થોડા દિવસોથી રાજસ્થાન કોંગ્રેસમાં સચિન પાયલોટ જૂથ અને મુખ્યમંત્રી અશોક ગેહલોત જૂથ વચ્ચે ખેંચતાણના સમાચાર સામે આવતા રહ્યા છે. એવામાં કોંગ્રેસ હાઇકમાન્ડ રાજસ્થાન સરકારમાં મોટો ફેરફાર કરવાના મૂડમાં છે.
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે આજે સાંજે પાંચ વાગે મુખ્યમંત્રીના નિવાસ પર કેબિનેટની બેઠક બોલાવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં તમામ મંત્રીઓ પાસેથી રાજીનામા લેવામાં આવ્યા છે. આ પહેલાં અશોક ગેહલોત ત્રણ મંત્રીઓના રાજીનામાનો સ્વિકાર કર્યો હતો.
કહેવામાં આવી રહ્યું છે કે આવતીકાલે એટલે કે 21 નવેમ્બરના રોજ અશોક ગેહલોત સરકારના મંત્રીમંડળનો શપથ ગ્રહણ સમારોહ યોજાઇ શકે છે અને આજે સાંજે સીએમ ગેહલોત રાજ્યપાલ સાથે મુલાકાત કરી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube