નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે દિલ્હી (Delhi) માં પ્રદૂષણની સ્થિતિ પર ગુરુવારે સુનાવણી કરતા દિલ્હી સરકારને ખુબ ફટકાર લગાવી અને સવાલ પૂછ્યો કે તમે તમારા કર્મચારીઓ માટે વર્ક ફ્રોમ હોમ લાગૂ કર્યું છે તો પછી બાળકોને શાળાએ જવા માટે કેમ મજબૂર કરવામાં આવી રહ્યા છે. ત્યારબાદ દિલ્હી સરકારે શાળાએ જતા બાળકોને રાહત આપી છે અને શાળાઓ બંધ કરવાનો આદેશ આપ્યો છે. હવે બાળકોએ ખતરનાક પ્રદૂષણ વચ્ચે શાળાએ જવું નહીં પડે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આગામી આદેશ સુધી દિલ્હીમાં શાળાઓ બંધ
દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે કહ્યું કે રાષ્ટ્રીય રાજધાનીમાં પ્રદૂષણની સ્થિતિ જોતા સરકારે દિલ્હીની તમામ શાળાઓ બંધ કરવાનો નિર્ણય લીધો છે. જ્યારે ગોપાલ રાયને પૂછવામાં આવ્યું કે શાળાઓ ક્યારે બંધ થશે તો તેમણે કહ્યું કે તમામ શાળાઓ આગામી આદેશ સુધી બંધ રહેશે. 


દિલ્હીમાં પ્રદૂષણની સ્થિતિ
અધિકારીઓએ જણાવ્યું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કરાણે હવાની ગતિ ધીમી હોવાથી પ્રદૂષણ તત્વો જમા થશે, જેનાથી આવનારા 1-2 દિવસ વાયુ પ્રદૂષણનું સ્તર વધી શકે છે. દિલ્હીમાં આજે (2 ડિસેમ્બર) સવારે AQI 342 હતો જ્યારે નોઈડામાં 543 અને ગુરુગ્રામમાં 339 નોંધાયો. આ અગાઉ બુધવારે સવારે 9 વાગ્યે દિલ્હીમાં વાયુ ગુણવત્તા સૂચકાંક (AQI) 357 રહ્યો. જ્યારે મંગળવારે 24 કલાકનો સરેરાશ AQI 328 રહ્યો હતો. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube