અતીક-અશરફ હત્યાકાંડઃ ત્રણ હુમલાખોરોએ કેવી રીતે ઘડ્યું હત્યાનું કાવતરું? યુપી પોલીસે રહસ્ય પરથી પડદો ઊંચક્યો
Atiq Ahmed Ashraf Ahmed Murder: અતીક અહમદ અને તેના ભાઈ અશરફ અહમદની શનિવારે રાત્રે હુમલાખોરોએ ગોળી મારી હત્યા કરી દીધી હતી. જ્યારે બંનેને પોલીસ કસ્ટડીમાં મેડિકલ તપાસ માટે પ્રયાગરાજની મેડિકલ કોલેજ લઈ જવામાં આવી રહ્યાં હતા.
પ્રયાગરાજઃ અતીક અહેમદ અને તેના ભાઈ અશરફ અહેમદની હત્યામાં સંડોવાયેલા ત્રણેય હુમલાખોરોએ કયા સ્ત્રોતમાંથી હથિયારો મેળવ્યા હતા તે પોલીસને જાણવા મળ્યું છે. યુપી પોલીસના સૂત્રોએ રવિવારે જણાવ્યું કે ઘટનામાં વપરાયેલી જીગાના બનાવટની પિસ્તોલ અને .32 બોરની પિસ્તોલ ક્યાંથી આવી, પોલીસે તેની માહિતી મેળવી છે. જો કે તેની વિગતો હજુ જાહેર કરવામાં આવી નથી. અત્યાર સુધીની તપાસ મુજબ આ ગોળીબાર કોઈ માફિયા કે ગેંગસ્ટર કે બાહુબલીના ઈશારે કરવામાં આવ્યો નથી, પરંતુ ત્રણેય હુમલાખોરોએ જ આ ઘટનાને અંજામ આપ્યો છે.
પોલીસે ત્રણેય હુમલાખોરોએ ઘટનાસ્થળ સુધી આવવાનો રૂટ જાણી લીધો હતો. તે કઈ રીતે જિલ્લામાં દાખલ થયા અને ક્યારે નિકળ્યા હતા. પોલીસે આ તમામ જાણકારી મેળવી લીધી છે. તે પણ જાણવા મળ્યું કે ત્રણેય હુમલાખોરો એકબીજાને પહેલાથી જાણતા હતા અને પ્લાનિંગ કરી એક સાથે ઘટનાસ્થળે આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે અતીક (60) અને તેના ભાઈ અશરફની શનિવારે રાત્રે હુમલાખોરોએ ગોળી મારી હત્યા કરી દીધી હતી, જ્યારે તે પોલીસ કસ્ટડીમાં મેડિકલ તપાસ માટે હોસ્પિટલ જઈ રહ્યાં હતા. આ હત્યાકાંડનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં ત્રણ હુમલાખોરો બંને ભાઈઓને ગોળી મારતા જોવા મળી રહ્યાં છે. ગોળી વાગવાને કારણે બંનેના ઘટનાસ્થળ પર મોત થઈ ગયા હતા.
આ પણ વાંચોઃ બદલાઈ જશે મીડિયા કવરેજના નિયમો! પ્રયાગરાજ હત્યાકાંડ બાદ લેવાયો મોટી નિર્ણય
પોલીસ કમિશનર રવિત શર્માએ શનિવારે મોડી રાત્રે જણાવ્યું હતું- હજુ આ પ્રાથમિક જાણકારી છે. બંને (અતીક-અશરફ) ને જરૂરી મેડિકલ તપાસ માટે અહીં લાવવામાં આવ્યા હતા. મીડિયાકર્મી બાઇટ લઈ રહ્યાં હતા. પ્રાથમિક જાણકારી અનુસાર ત્રણ લોક મીડિયાકર્મી બનીને આવ્યા અને તેણે બાઇટ લેવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન ગોળીબારી કરવામાં આવી હતી. કમિશનરે કહ્યું- અતીક અને અશરફનું હુમલામાં મોત થઈ ગયું છે. આ સિવાય લખનઉના એક પત્રકારને ઈજા થઈ છે. તો અમારા એક સાથીને પણ ગોળી વાગી છે.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે. તેમણે ત્રણ સભ્યોના ન્યાયિક પંચની રચના કરવાનો નિર્દેશ આપ્યો છે. અતીક અને અશરફને 2005ના ઉમેશ પાલ હત્યાકાંડના સિલસિલામાં સુનાવણી માટે પ્રયાગરાજ લાવવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ અતીક અહેમદની હત્યા બાદ કેમ થઈ રહી છે 'મિર્ઝાપુર'ની ચર્ચા? શું આમાંથી લેવાયો આઈડિયા?
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube