Allahabad High Court: વારાણસીના જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ મામલે આજે અલાહાબાદ હાઈકોર્ટે મુસ્લિમ પક્ષની તમામ પાંચ અરજીઓ ફગાવી દીધી. આ સાથે જ 1991ના કેસની ટ્રાયલને મંજૂરી પણ આપી દીધી. હાઈકોર્ટે વારાણસીની કોર્ટને 6 મહિનામાં કેસની સુનાવણી પૂરી કરવાનો આદેશ પણ આપ્યો છે. જસ્ટિસ રોહિત રંજન અગ્રવાલની સિંગલ બેન્ચે જે પાંચ અરજીઓ પર સુનાવણી કરી તેમાંથી ત્રણ અરજીઓ 1991માં વારાણસીની કોર્ટમાં દાખલ કરાયેલા કેસની જાળવણી સંબંધિત હતી જ્યારે બાકીની બે અરજીઓ ASI ના સર્વેક્ષણના આદેશ વિરુદધ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાઈકોર્ટે ASI સર્વેના કેસમાં પણ મુસ્લિમ પક્ષની અરજી ફગાવી દીધી. ચુકાદા બાદ ASI નો જે સર્વે થયો છે તે માન્ય રહેશે. જો હજુ કઈ વધુ સર્વે કરાવવો હોય તો હિન્દુ પક્ષ કોર્ટમાં અરજી આપી શકે છે. હકીકતમાં ભગવાન આદિ વિશ્વેશ્વર બિરાજમાનના વાદ મિત્રો તરફથી વારાણસીની કોર્ટમાં 1991માં દાખલ કેસમાં વિવાદિત પરિસર હિન્દુઓને સોંપવા અને ત્યાં પૂજા અર્ચનાની મંજૂરી માટે માંગણી કરાઈ હતી. વારાણસીની કોર્ટમાં વર્ષ 1991માં સોમનાથ વ્યાસ-રામનારાયણ શર્મા અને હરિહર પાંડે તરફથી કેસ દાખલ થયા હતા. હાઈકોર્ટે પોતાના ચુકાદામાં મુખ્ય રીતે એ નક્કી કરવાનું હતું કે વારાણસીની કોર્ટ આ કેસની સુનાવણી કરી શકે કે નહીં. હાઈકોર્ટે સુનાવણી દરમિયાન જાણ્યું કે તમામ કેસ સુનાવણી યોગ્ય છે અને વારાણસીની કોર્ટને આ કેસમાં 6 મહિનાની અંદર સુનાવણી પૂરી કરીને ચુકાદો આપવાનો આદેશ આપ્યો છે. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube