Gyanvapi Mosque: વારાણસી સ્થિત જ્ઞાનવાપી મસ્જિદના એએસઆઈ સર્વે પર અલાહાબાદ હાઈકોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. અલાહાબાદ હાઈકોર્ટે આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (ASI) ને જ્ઞાનવાપી મસ્જિદ પરિસરનો સર્વે કરવાની મંજૂરી આપી છે. અત્રે જણાવવાનું કે બંને પક્ષોની સતત બે દિવસ દલીલો ચાલી અને બંને પક્ષો તરફથી આ મામલે પૂરતી દલીલો રજૂ કરવામાં આવી હતી. કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ 27 જુલાઈના રોજ ચુકાદો અનામત રાખ્યો હતો. બીજી બાજુ મુસ્લિમ હાઈકોર્ટના આ ચુકાદાથી ખુશ નથી. મુસ્લિમ પક્ષ આ ચુકાદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરશે. 

 રોક લગાવવાની ના
જ્ઞાનવાપી પરિસરમાં એએસઆઈના સર્વે પર અલાહાબાદ હાઈકોર્ટે રોક લગાવાની ના પાડી દીધી. હિન્દુ પક્ષના વકીલ વિષ્ણુ શંકર જૈને કહ્યું કે અલાહાબાદ હાઈકોર્ટે ASI ને સર્વે કરવા માટે જણાવ્યું છે. હાઈકોર્ટે જિલ્લા કોર્ટના ચુકાદાને તત્કાળ પ્રભાવથી લાગૂ કરવા માટે પણ કહ્યું છે. અત્રે જણાવવાનું કે કોર્ટમાં ASI ની એવી દલીલ હતી કે માળખાને કોઈ નુકસાન થશે નહીં. સર્વેમાં ખોદકામ થશે નહીં. જ્યારે મુસ્લિમ પક્ષને સર્વેથી માળખાને નુકસાન થવાની આશંકા છે. હાકોર્ટના ચુકાદા બાદ શુક્રવારથી જ્ઞાનવાપીનો સર્વે ફરીથી શરૂ થશે. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube